ખૂલતામાં જ સેન્સેક્સ નિફ્ટીમાં ગાબડા, નિફ્ટી 11 મહિનાના તળિયે
છેલ્લા 15 દિવસમાં વિશ્ર્વભરના શેર બજાર ધરાશાયી થઇ ગયા છે. આજે ભારતીય શેર બજારમાં પણ 900 પોઇન્ટના કડાકા સાથે શરૂઆત થઇ હતી. છેલ્લા 15 દિવસથી સેન્સેકસ અને નીફટીમાં મોટા ગાબડા પડયા છે. 17 એપ્રિલ પછી નીફટી પ્રથમ વખત 23500ની નીચે સરકી ગયો છે.
આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસ 900 પોઇન્ટ લુડકયો હતો અને 75133ની સપાટી પર પહોંચ્યો હતો. જયારે નીફટી 310 પોઇન્ટ તુટતા છેલ્લા 11 મહીનાની સૌથી નીચલી સપાટીએ પહોંચી છે. બલ્કે છેલ્લે 17 એપ્રિલે નીફટી 23500 નીચે સરકી હતી. હાલ નીફટી 23323 પર જોવા મળી રહી છે.
બેંક નીફટીના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હાલ 970 પોઇન્ટ નીચે જતા 54125 પર જોવા મળી રહી છે. મીડકેપ નીફટી પણ 1080 પોઇન્ટ નીચે જોવા મળી રહી છે. આજે નીફટી મેટલ, નીફટી મિડીયા અને સરકારી બેંકોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
બીજી બાજુ ભારતીય શેર બજારની સાથે સાથે વિશ્ર્વભરના બજાર પણ ધ્વંસ થઇ ગયા છે. ઇરાન પર હુમલા બાદ અમેરીકી શેર બજારમાં પણ મોટા ગાબડા પડયા છે. ડાઉ જોન્સ ગઇકાલે 739 પોઇન્ટ તુટીને 46677 પર આવી ગયો છે. છેલ્લા એક મહીનામાં ડાઉ જોન્સમાં 4000 પોઇન્ટનું ગાબડુ પડયું છે. નાસ્કેડ પણ 404 પોઇન્ટ ઘટીને 22310 પર બંધ આવ્યો હતો. સાથોસાથ જાપાન શેર બજારમાં પણ નીકેઇ 690 પોઇન્ટ નીચે ગાબડા પડયો છે. આ ઉપરાંત સિંગાપોર, જર્મની સહીતના માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે.
સોના-ચાંદીમાં ખાસ વધઘટ જોવા મળી નથી. જયારે બ્રેન્ટ ક્રુડ 100 ડોલર પર જોવા મળી રહ્યો છે.
