શેરબજાર સતત બીજા દિવસે લુળક્યું, ખુલતામાં જ સેન્સેક્સ 1000 અંક તૂટ્યો

ગઈકાલે શેર બજારમાં 1400 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે પણ શેરમાર્કેટ ફરી ક્રેશ થયું છે. આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસમાં 1000 પોઈન્ટનું…

ગઈકાલે શેર બજારમાં 1400 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે પણ શેરમાર્કેટ ફરી ક્રેશ થયું છે. આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસમાં 1000 પોઈન્ટનું ગાબડુ પડતાં ઈન્વેસ્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઈરાન યુધ્ધને કારણે માર્કેટમાં ભારે અસમજંસ જોવા મળી રહી છે. યુધ્ધ કેટલું લાંબુ ચાલશે તે નક્કી નથી ત્યારે માર્કેટ હજુ કેટલું કોલેપ્સ થશે તેની વિશ્ર્લેશકોને પણ આઈડિયા નથી ત્યારે રોકાણકારો વધુ સાવચેત બન્યા છે.
આજે માર્કેટ ખુલતાની સાથે જ 75871 સુધી નીચે સેન્સેકસ પહોંચી ગયો હતો. ગઈકાલે 76863 પર સેન્સેકસ બંધ આવ્યો હતો.

આજે પણ 1000 પોઈન્ટનું ગાબડુ પડતાં એનર્જી, ઓટો, રીયલ્ટી તેમજ મીડિયાના શેરોમાં ભારે ધોવાણ થયું હતું. આજે આઈ.ટી.કંપનીના શેરમાં પણ ગાબડા પડયા હતાં. અદાણી, રિલાયન્સ, ઈન્ડિગો જેવી દિગ્ગજ કંપનીના શેરમાં કડાકા બોલ્યા હતાં, જો કે રિલાયન્સના શેરમાં થોડી રીકવરી જોવા મળી હતી.

આજે નિફટી પણ 300 પોઈન્ટ તુટી છે જ્યારે બેંક નિફટીમાં પણ 900 પોઈન્ટનો કડાકો જોવા મળતાં બેકીંગના તમામ શેરોમાં નિફટી પણ 1150 પોઈન્ટ તુટી છે. બીજી બાજુ ભારતનો રૂપિયો વધુ નબળો પડતો જાય છે. ડોલરનો ભાવ 92.34 પર પહોંચ્યો છે. દરમિયાન ખાડીમાં વધુ હુમલા થતાં ક્રુડ ઓઈલ ઠઝઈં 94.48 ડોલર અને બ્રેન્ટ ઓઈલ ફરી 100 ડોલરને પાર થયું છે. હજુ ક્રુડમાં તેની જોવા મળી શકે છે તેમ નિષ્ણાંતો માને છે. બીજી બાજુ સોના-ચાંદીમાં મોટી વધઘટ જોવા મળી નથી, સોનુ રૂા.300 અનેં ચાંદીમાં રૂા.1000નો ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *