પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની પડતર માગણીઓને લઇને મેદાને

અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની 1 માર્ચે 2026ના રોજ પીરાણા અમદાવાદ ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં આવેલ તમામ જિલ્લાના પ્રશ્નોનું સંકલન કરી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા…

અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની 1 માર્ચે 2026ના રોજ પીરાણા અમદાવાદ ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં આવેલ તમામ જિલ્લાના પ્રશ્નોનું સંકલન કરી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રિવાબા જાડેજાને 55 જેટલા પ્રશ્નો રજુ કરી વહેલીતકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.

રજુઆતમાં પેન્શન સંબંધીત પ્રશ્નોમાં 1/4/2005 પહેલાના શિક્ષકોની જૂની પેન્શન યોજનાને લગતા પ્રશ્નોનું નિરાકરણ સત્વરે લાવવા બાબત. 1/4/2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષકોને ઓપીએસ મંજૂર કરવામાં વહીવટી ક્વેરીઓ બાકી હોય તે અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લઈ ઓપીએસ મંજૂર કરવામાં આવે તે બાબત. સીધી ભરતીથી લાગેલા HTAT આચાર્યને સેવા સરંગ ગણી જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા બાબત.
બદલી અને ભરતી સંબંધિત પ્રશ્નોમાં સત્વરે શિક્ષકો તેમજ HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પ 100 ટકા મુજબ યોજાય તે માટે તારીખ જાહેર કરી તત્કાલ ધોરણે જિલ્લા ફેર કેમ્પ પૂર્ણ કરવા બાબત.
બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા બાબત. જિલ્લા ફેર બદલીનો લાભ બે વખત આપવામાં આવે તે બાબત.

સેવા લાભ, વેતન અને રજા સંબંધિત પ્રશ્નોમાં 1998 થી લાગેલા વિદ્યા સહાયક શિક્ષકોના પાંચ વર્ષના ફિક્સ પગાર સમયને સેવા સળંગ ગણી મેડિકલ 100 રજાઓ સેવાપોથીમાં જમા કરવા બાબત. જીપીએફ ખાતા નંબર મેળવેલ શિક્ષકોની સીપીએફમાં જમા રકમ ઝડપથી જીપીએફ ખાતામાં જમા કરવા બાબત. વર્ષ 1997 અને 2003 દરમિયાન લાગેલ મહિલા શિક્ષકઓને પ્રસૂતિ રજા કપાત ગણવામાં ન આવે તે બાબત.
શિક્ષણ નીતિ અને શૈક્ષણિક વ્યવસ્થા સંબંધિત પ્રશ્નોમાં પ્રાથમિક શાળાના શિક્ષકોનો અનુભવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સમકક્ષ ગણી કલાસ-2 અને શિક્ષણ સેવા વર્ગની તમામ જગ્યાઓ માટે માન્ય રાખવા બાબત.

શિક્ષણનો અધિકાર તમામ બાળોકને છે તો S.O.E., Non-S.O.E., PM-SHRI, Non PM-SHRI જેવા વિભાગો પાડી અમુક શાળાઓનો વિકાસ કરવો એ શિક્ષણના અધિકાર વિરુદ્ધ છે, તેથી તમામ શાળાઓને સમાન હક આપવા બાબત. માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી થતી હોય તો પરિણામ પણ સેન્ટ્રલાઈઝ કરી સરકાર મારફત જાહેર કરવામાં આવે તે બાબત.

ગણિતના શિક્ષકોને BRC/CRC માટે લાયક ગણવા તથા પરીક્ષા આપી BRC/CRCબનવા તક આપવા બાબત. રાજ્યની તમામ જિલ્લાઓમાં લેવાતી તાલીમ શૈક્ષણિક સત્રની શરૂૂઆતમાં યોજવામાં આવે તે બાબત.
શાળા વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રશ્નોમાં પ્રાથમિક શાળાના બાળકો માટે શાળા, CRC, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના રમતોત્સવ પુન: શરૂૂ કરવા બાબત. રાજ્યના નવા તાલુકાઓમાં રેગ્યુલર TPEOની નિમણૂક કરવા બાબત. પ્રાથમિક શાળાઓમાં કોમ્યુટર સહાયક મુકવા બાબત. બેગલેસ ડે અને આનંદાયી શનિવાર માટે શાળાઓને ગ્રાન્ટ આપવા બાબત.

શિક્ષક સુરક્ષા અને વિદ્યાર્થી હિત સંબંધિત પ્રશ્નોમાં બાળકોના શિક્ષણના હિતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે રાજ્યની શાળાઓ માં શાળા સહાયક ની ભરતી કરવા બાબત. જ્ઞાન સાધના જેવી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તો ₹5000 અને ખાનગી શાળામાં અભ્યાસ કરે તો ₹20000 જેવી શિષ્યવૃત્તિ મળતા ભેદભાવ દૂર કરી સરકારી શાળાના બાળકોને ન્યાય આપવા બાબત. મોબાઈલ નેટવર્કના પ્રશ્નોને કારણે ઈછઈઓને સેલ્ફી સિસ્ટમમાંથી મુક્તિ આપવા બાબત સહીતની માંગોને તાત્કાલીક ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *