બન્ને પક્ષના 11 સભ્યો ગેરહાજર રહ્યા, કામગીરી ફક્ત પાંચ મિનિટમાં આટોપાઈ
મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી. તારીખ 10/03/2026 ના રોજ મળેલી આ ખાસ સામાન્ય સભા વર્તમાન બોડીની છેલ્લી સભા હતી કારણ કે આગામી અઠવાડિયે આ બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે આ સભા માત્ર બે જ મિનિટમાં પૂર્ણ કરી નાખવામાં આવી હતી.
આજની આ ખાસ સામાન્ય સભામાં સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી. જિલ્લા પંચાયતના કુલ 24 સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત માત્ર 13 સભ્યો જ હાજર રહ્યા હતા. જ્યારે વિપક્ષના 90 સભ્યોમાંથી માત્ર ર સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા, આમ કુલ 11 સભ્યો આ છેલ્લી સભામાં ગેરહાજર રહ્યા હતા. બે મિનિટમાં સભા પૂરી થયા બાદ સભ્યોએ નાસ્તો પાણી કરી “ખાધું પીધું ને રાજ કર્યા” જેવો ઘાટ સર્જાયો હતો.
આ બેઠકમાં સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના કામોની બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી હેતુફેરના કામો રૂૂપિયા રર,00,000/- (બાવીસ લાખ), સૈદ્ધાંતિક મંજૂરી રૂૂપિયા 1,00,00,000/- (એક કરોડ) અને વહીવટી મંજૂરી રૂૂપિયા 1,92,00,000/- (એક કરોડ બાણું લાખ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયત કચેરી હસ્તકના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ના ઉપયોગમાં લેવાતા જૂના બોલેરો વાહન (નંબર જી.જે-03-જી.એ-0333) જેનું 10 વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલ હોય, તેને રદબાતલ કરી તેના સ્થાને નવું વાહન ખરીદવાની પણ આ સભામાં મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્તમાન બોડીની આ છેલ્લી સભામાં માત્ર ગણતરીની મિનિટોમાં જ કરોડો રૂૂપિયાના કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી. બીજી તરફ એક પણ સભ્યે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો.
