વીજ કર્મચારીઓનું કાલથી આંદોલન, જરૂર પડયે કામનો બહિષ્કાર

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF ) ની ફેડરલ એક્ઝિક્યુટિવની બેઠક 08 માર્ચ 2026 ના રોજ દેહરાદૂન ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા…

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF ) ની ફેડરલ એક્ઝિક્યુટિવની બેઠક 08 માર્ચ 2026 ના રોજ દેહરાદૂન ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા ચાલુ બજેટ સત્ર દરમિયાન સંસદમાં ઇલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ 2025 રજૂ કરવા અને પસાર કરવાના અહેવાલો પર ગંભીર ચિંતા અને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવતીકાલ તા.10 માર્ચથી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી.
AIPEF ના ચેરમેન શૈલેન્દ્ર દુબે અને સેક્રેટરી જનરલ પી. રત્નાકર રાવે બેઠકમાં જણાવ્યું હતું કે, વીજ કર્મચારીઓ, એન્જિનિયરો, ખેડૂત સંગઠનો અને ગ્રાહક જૂથો સહિતના હિતધારકો દ્વારા મોટા પાયે વાંધાઓ રજૂ કરવા છતાં, સરકાર યોગ્ય ચર્ચા અને લોકશાહી પરામર્શ વિના આ બિલને આગળ ધપાવી રહી હોય તેમ જણાય છે.

AIPEF એ જણાવ્યું હતું કે જ્યારે સૂચિત સુધારાઓ પર મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા, ત્યારે સરકારની જવાબદારી હતી કે તે વાંધાઓની કેવી રીતે તપાસ કરવામાં આવી અને તેનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવ્યું તે પારદર્શક રીતે જાહેર કરે. આ વાંધાઓની અવગણના કરવી અને ઉતાવળે કાયદો પસાર કરવો એ લોકશાહી પ્રક્રિયાને નબળી પાડે છે.

બેઠકમાં વીજ ક્ષેત્રમાં ખાનગીકરણ માટેના આક્રમક પ્રયાસો અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિતરણ કંપનીઓના (ઉઈંજઈઘખત) ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને અપાતી કેન્દ્રીય નાણાકીય સહાયને ઇક્વિટી પ્રાઇવેટાઇઝેશન, ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ કંટ્રોલ સોંપવા અને ડિસ્કોમને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા જેવી શરતો સાથે જોડવામાં આવી રહી છે. AIPEF એ આ પગલાંને ખાનગીકરણ માટે દબાણ કરવાના જબરદસ્તીભર્યા પ્રયાસો ગણાવ્યા હતા. ફેડરલ એક્ઝિક્યુટિવે દેશભરના વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયરો માટે જૂની પેન્શન યોજના (ઘઙજ) પુન:સ્થાપિત કરવાની તેની માંગણી પણ દોહરાવી હતી.

આ તમામ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને, AIPEF એ 10 માર્ચ 2026 ના રોજ દેશવ્યાપી આકસ્મિક આંદોલનનું આહવાન કર્યું છે. જો સરકાર સંસદમાં ઇલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ રજૂ કરવાની કાર્યવાહી આગળ વધારશે, તો દેશભરના પાવર એન્જિનિયરો અને કર્મચારીઓ કામનો બહિષ્કાર કરશે અને કચેરીઓ તેમજ પ્રોજેક્ટ સાઇટ્સની બહાર વિશાળ પ્રદર્શનો યોજશે.

દહેરાદુન ખાતે ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનની મીટીંગ મળેલ જેમાં દેશભરના વીજ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. જેમાં ગુજરાતમાંથી ૠઊઇઊઅ તરફથી જનરલ સેક્રેટરી ઞૠટઈક શ્રી કૌશિક ચૌધરી સાહેબ અને ૠઊઇઊઅ ના સેક્રેટરી ફાયનાન્સ શ્રી જીગર પાઠક ઉપસ્થિત રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *