ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

  અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો…

 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ લગભગ 2400 પોઈન્ટથી વધુ (2.80%) ઘટ્યો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ (NSE નિફ્ટી) 700 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો હતો. આજે બેંક, ઓટો, મેટલ, એનર્જી અને FMCG શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે.

ટ્રેડિંગની શરૂઆતમાં, BSE સેન્સેક્સ 77,056.75 પર ખુલ્યો, અને થોડીવારમાં 30 શેરવાળો ઇન્ડેક્સ 2,400 પોઈન્ટથી વધુ ઘટીને 76,424 પર પહોંચી ગયો. દરમિયાન, NSE નિફ્ટી પણ 23,868 પર ખુલ્યો, ત્યારબાદ નિફ્ટી પણ સેન્સેક્સની સાથે, 700 પોઈન્ટથી વધુ ઘટીને 23,697 પર પહોંચી ગયો.

મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. શેરબજારમાં ભારે ઘટાડાને કારણે, લાર્જ કેપથી લઈને સ્મોલ કેપ સુધીની બધી શ્રેણીઓ લાલ દેખાઈ રહી છે. સૌથી વધુ ઘટેલા શેરોની વાત કરીએ તો, લાર્જ કેપમાં, ઇન્ડિગો શેર (8%), SBI શેર (5.90%), ટાટા સ્ટીલ શેર (4.99%), એશિયન પેઇન્ટ્સ શેર (4.71%), LT શેર (4.7%), મારુતિ શેર (4.67%), એક્સિસ બેંક શેર (4.02%) અને અદાણી પોર્ટ્સ શેર (3.80%) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

મિડકેપ સેગમેન્ટમાં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ શેર (7.20%), અશોક લેલેન્ડ શેર (5.10%), ફેડરલ બેંક શેર (4.60%), ભારત ફોર્જ શેર (4.50%), પેટીએમ શેર (4.40%) અને IDFC ફર્સ્ટ બેંક શેર (3.80%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *