સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ફરી ગાઢ ધુમ્મસ છવાયું

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે…

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વિરમગામ, દેત્રોજ અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વહેલી સવારે નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી લગભગ ઝીરો થઈ ગઈ હતી. રસ્તા પર સામેથી આવતું વાહન પણ દેખાવું મુશ્કેલ બન્યું હતું. આ સ્થિતિને કારણે હાઈવે પર પસાર થતા વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે પોતાના વાહનોની હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વાહનોની ગતિ પણ અત્યંત ધીમી જોવા મળી હતી.

ખાસ કરીને દેત્રોજ સહિતના ગ્રામ્ય પંથકોમાં ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. વહેલી સવારે ખેતર જતાં ખેડૂતો અને સ્કૂલે જતાં બાળકોને પણ આ ધુમ્મસભર્યા વાતાવરણમાં મુશ્કેલી પડી હતી. મોડી સવાર સુધી ધુમ્મસની ચાદર હટવાનું નામ ન લેતા સમગ્ર વિસ્તારમાં ઠંડકનો અનુભવ પણ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *