પેન્ટાગોને છેલ્લી તૈયારી માટે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું: ટ્રમ્પના આદેશની પ્રતિક્ષા: ઇરાન-અમેરિકા યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો જારી
અમેરિકા-ઇરાનના રાજદ્વારીઓ દ્વારા જિનિવા ખાતે ચાલી રહેલી વાટાઘાટો કોઇ ચોક્કસ ઉકેલ લાવવામાં હજુ સુધી નિષ્ફળ નીવડતા ઇરાન- અમેરિકા વચ્ચે યુધ્ધ ક્રમશ: નિશ્ચિત બનતું જાય છે તે જોઇને ખુદ અમેરિકાએ વધુમાં વધુ શસ્ત્રસજજ જહાજો અને હવાઇ જહાજો મધ્યપુર્વ તરફ ખસેડવાની ગતિ તેજ કરી દીધી છે તો બીજી તરફ ઇરાને પોતાના તમામ રાષ્ટ્રીય મોકાના થાનો, ઇમારતો અને મથકો માટેની સુરક્ષા વ્યવસ્થા રાતોરાત વધારીને નાગરિકોને યુધ્ધની સાયરન સંબંધીત તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે અને પોતાના સૈન્યને હાઇ એલર્ટ પર મુકી દીધું છે. દરમિયાનમાં દુનિયાના અમેરિકા, ભારત, ચીન યુકે સહીતના ટોચના દેશોએ પોતાના નાગરિકોને તાત્કાલીક ઇરાન છોડવાના આદેશો જારી કરી દીધા છે.
ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખોમૈનીના પ્રતિનિધિએ અલ ઝઝીરા પર આજે સવારે કહ્યું હતું કે ચાલુ વાટાઘાડો સફળ થાય એમ લાગતુ નથી. જેથી એનો વિકલ્પ માત્ર યુધ્ધ જ હોઇ શકે છે. તેમણે કહ્યું કે ઇરાન સમર્થતા સાથે વાત કરે છે ને સામે પક્ષે જો સમજણ કેળવાશે નહી તો ભીષણ સંગ્રામ દ્વારા પ્રાપ્ત પરિણામો ભોગવવા એમણે તૈયાર રહેવું પડશે.
આજે ટેક્સાસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે અમેરિકી પ્રમુખ ડ્રોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જિનિવાની વાટાઘાટોથી જરા પણ ખુશ નથી કારણ કે, તેઓ યોગ્ય નિર્ણય સુધી પહોંચી શક્યા નથી. યુદ્ધ ટાળવા માટે અમેરિકાએ ઈરાનને વિન-વિન પોઝિશન જેવી દ્વિપક્ષીય ફાયદાની દરખાસ્તો આપેલી છે. પરંતુ ઈરાનના જડવલણને કારણે યુદ્ધ કરવાની ઘડી તબક્કાવાર નજીક આવી રહી છે. એનું મને દુ:ખ છે.
જિનિવામાં ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોક અને જમાઈ જેરેડ કુશનરના નેતૃત્વમાં યુએસ દ્વારા ચાલતી ઈરાન સાથેની વાટાઘાટો પરથી અમેરિકી લશ્કરી વડામથક પેન્ટાગોને હવે નજર હટાવી લીધી છે અને પોતાની રીતે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. એ અર્થના અહેવાલો આજે અમેરિકી દૈનિક વોશિંગ્ટન પોસ્ટ અને બ્રિટિશ દૈનિક લંડન ટાઈમ્સે પ્રગટ કર્યા છે.
ઈરાન અને ઈઝરાયેલ પરના એરસ્પેસમાંથી પસાર થતી ઘણી વિમાની સેવાઓ બંધ થવા લાગી છે. અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોઈને કોઈ રીતે ઈઝરાયેલ પણ સંડોવાઈ જવાનું હોવાથી હવે ઈઝરાયલમાંથી પણ બોલાવવા કેટલાક દેશોએ શરૂઆત કરી છે.
દુનિયાના અનેક દેશો દ્વારા પોતાના નાગરિકોને ઈરાન છોડવાનો આદેશ
હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેના કારમે ઈઝરાયલ અને ઈરાકમાં એલર્ટ અને એડવાઈઝરીનો તબક્કો શરૂૂ થઈ ગયો છે. યુદ્ધની આશંકા પ્રબળ બનતા અમેરિકાએ ઈઝરાયેલમાં તૈનાત પોતાના બિન-જરૂૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક દેશ છોડવાની મંજૂરી આપી દીધી છે. ઈઝરાયેલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબીએ કર્મચારીઓને ચેતવણી આપી છે કે, સુરક્ષિત રીતે બહાર નીકળી જાય. બીજી તરફ ચીને પણ પોતાના નાગરિકોને ઈરાન ન જવા અને ત્યાં હાજર લોકોને જલદી પરત ફરવા આદેશ આપ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી નવી એડવાઈઝરી મુજબ, અમેરિકી નાગરિકોને ઈઝરાયેલ અને વેસ્ટ બેંકની યાત્રા ટાળવા અથવા તેના પર પુન:વિચાર કરવા જણાવાયું છે. ગાઝા પટ્ટીમાં જવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત લેબનાન અને સીરિયા સરહદથી 4 કિમી અને ગાઝા બોર્ડરથી 11.3 કિમીની અંદરના વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જેરૂૂસલેમની ઓલ્ડ સિટી અને વેસ્ટ બેંકમાં પણ ગમે ત્યારે અવરજવર પર રોક લાગી શકે છે. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે સત્તાવાર સૂચના જારી કરી છે કે તેઓ હાલ ઈરાનની યાત્રા કરવાનું ટાળે. જે લોકો હાલ ત્યાં છે તેમને વ્યાપારી ફ્લાઈટ્સ અથવા જમીની માર્ગે
સુરક્ષિત દેશોમાં નીકળવાની તૈયારી કરવા જણાવાયું છે. ચીની દૂતાવાસ ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે જરૂૂરી મદદ પૂરી પાડશે. અત્યંત નાજુક સ્થિતિને જોતા તમામ દેશોએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવાની સૂચના આપી છે. ટિકિટોની અછત સર્જાય તે પહેલા જ વિદેશી નાગરિકોમાં વતન પરત ફરવાની ઉતાવળ જોવા મળી રહી છે.
