ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે

  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ…

 

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹16 હજાર 116 કરોડ, શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹3354 કરોડ, અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹2217 કરોડ, અમૃત મિશન 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹1900 કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹1420 કરોડ, શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા અઞઉઅ વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹800 કરોડ, સ્વચ્છ ભારત મિશન(અર્બન) 2.0, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત 2.0 માટે કુલ ₹577 કરોડ, શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹350 કરોડ, ઝીરો વેસ્ટ શહેરો નિર્મળ ગુજરાત 2.0 અને પિન્ક ટોઇલેટ માટે કુલ ₹329 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹236 કરોડ, શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે ₹200 કરોડ, 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹180 કરોડ, ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹150 કરોડ, દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹150 કરોડ, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹150 કરોડ, લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹147 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions)ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઇ તથા મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹100 કરોડ, એસજી હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹100 કરોડ, શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹100 કરોડ, આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹90 કરોડની જોગવાઇ અને કેચ ધ રેઇન યોજના માટે ₹80 કરોડ, અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹75 કરોડ, 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂૂ કરવા ₹50 કરોડ, અફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹50 કરોડ, ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹50 કરોડ, નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹45 કરોડ, ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹45 કરોડ, PM C-બસ યોજના માટે ₹40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *