અમૃતમ કાર્ડ કેશલેસ સારવાર માટે 3472 કરોડ ફાળવાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડ,G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડ, આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹502 કરોડ, અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડ, સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹200 કરોડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹186 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹167 કરોડ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153 કરોડ, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹90 કરોડ, છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹58 કરોડ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹53 કરોડ, સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41 કરોડ, જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹36 કરોડ ફાળવવામાં આવ્યા છે.

અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹35 કરોડ, ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks”આપવા ₹30 કરોડ, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹28 કરોડ, જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹26 કરોડ, હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે ₹22 કરોડ, ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹17 કરોડ, માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા ₹16 કરોડ, સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *