હળવદના વાંકિયા ગામે, પાવર ગ્રીડ લાઇન સામે ખેડૂતો મેદાને

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંકીયા ગામમાં ક્લીનમેક્ષ સોલર કંપનીની પાવરગ્રીડ લાઈન નાખવાની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે ગામના સરપંચ લીલાબેન બટુકભાઈ…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંકીયા ગામમાં ક્લીનમેક્ષ સોલર કંપનીની પાવરગ્રીડ લાઈન નાખવાની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે ગામના સરપંચ લીલાબેન બટુકભાઈ દેત્રોજા અને અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત ક2ી કામગીરી અટકાવવા માંગ કરી છે.

ગ્રામજનોનો મુખ્ય વાંધો એ છે કે કંપની દ્વારા આ લાઈન ઘોડાધ્રોઈ નદીમાંથી પસાર કરવામાં આવી રહી છે, જ્યાં ’સૌની યોજના’ અંતર્ગત પાણીના પોઈન્ટ આવેલા છે અને આગામી સમયમાં ચેકડેમ બનવાનો છે. જો આ લાઈન ત્યાંથી પસાર થશે, તો ભવિષ્યમાં ચેકડેમ અને સિંચાઈની સુવિધામાં અવરોધ ઊભો થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. વાંકીયા ગામના રહીશ મિત ગણેશભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના બળજબરીથી કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ પોલીસ મંજૂરી હોવાનો દાવો કરે છે, પરંતુ ગ્રામજનો દ્વારા માંગવામાં આવતા કોઈ લેખિત પુરાવા રજૂ કરી શક્યા નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે એકવાર કામ અટકાવવા છતાં કંપની દ્વારા ’દાદાગીરી’ ક2ીને ફરીથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

આ રજૂઆતના પ્રતિસાદમાં જિલ્લા કલેક્ટરે ગ્રામજનોને યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કલેક્ટરે જણાવ્યું છે કે જો કંપની પાસે સત્તાવાર મંજૂરી ન હોય, તો ગ્રામજનો પોલીસ ફરિયાદ કરી કાયદેસરના પગલાં ભરી શકે છે. બીજી તરફ, ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને કંપની કામ ચાલુ રાખશે, તો તમામ ગ્રામજનો એકઠા થઈને જાતે કામ અટકાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *