ટ્રમ્પની ટેરિફ ધમકી બાદ મેક્સિકો ઘૂંટણિયે, પાણી આપવા સમજુતી કરાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક ધમકી સામે મેક્સિકોએ ઝૂકવું પડ્યું છે. બંને દેશો વચ્ચે થયેલા નવા કરાર મુજબ, મેક્સિકો હવે દર વર્ષે અમેરિકાને પાણીનો નિશ્ચિત…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક ધમકી સામે મેક્સિકોએ ઝૂકવું પડ્યું છે. બંને દેશો વચ્ચે થયેલા નવા કરાર મુજબ, મેક્સિકો હવે દર વર્ષે અમેરિકાને પાણીનો નિશ્ચિત જથ્થો પૂરો પાડશે. આ સમજૂતી પાછળ ટ્રમ્પની એ ચેતવણી મુખ્ય હતી જેમાં તેમણે કહ્યું હતું કે જો મેક્સિકો પાણી પુરવઠામાં વિલંબ કરશે, તો તેની આયાત પર 5% વધારાનો ટેરિફ લાદવામાં આવશે.

નવી સમજૂતી મુજબ, મેક્સિકો દર વર્ષે ઓછામાં ઓછું 3.5 લાખ એકર-ફૂટ પાણી અમેરિકાને આપશે. અગાઉ 1944ની સંધિ મુજબ પાંચ વર્ષના ગાળામાં કુલ 17.5 લાખ એકર-ફૂટ પાણી આપવાનું હતું, પરંતુ મેક્સિકો શરૂૂઆતના વર્ષોમાં ઓછું પાણી આપતું હોવાથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હતી. હવે દર વર્ષે ન્યૂનતમ જથ્થો આપવો ફરજિયાત બનતા આ અનિશ્ચિતતા દૂર થશે.

આ સમજૂતી ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમ વચ્ચેની વાતચીત બાદ ફાઈનલ થઈ છે. જોકે, મેક્સિકો માટે આ નિર્ણય પડકારજનક છે. મેક્સિકોના ઉત્તરી રાજ્યો, ખાસ કરીને તામાઉલિપાસમાં ભયંકર દુષ્કાળ છે. ત્યાંના સ્થાનિક ખેડૂતો પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે અને પાક વાવી શકતા નથી. આવી સ્થિતિમાં અમેરિકાને પાણી આપવાના નિર્ણયથી મેક્સિકોમાં આંતરિક વિરોધ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *