અખંડ ભારત, અખંડ એકતા

ભારત એ એક એવો લોકશાહી દેશ છે જ્યાં વિવિધતા માત્ર ઓળખ જ નહીં, પણ ગૌરવ છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે.…

ભારત એ એક એવો લોકશાહી દેશ છે જ્યાં વિવિધતા માત્ર ઓળખ જ નહીં, પણ ગૌરવ છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્ર્રધ્વજ લહેરાવે છે. તેમજ 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ દિલ્હીની રાજપથ પરેડ છે. કારણકે એમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ છે. આ વર્ષે, ભારત પ્રજાસત્તાક દિવસ 77મા ઉજવી રહ્યું છે.

ઘણાં લોકો માટે આ દિવસ માત્ર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો કે રાષ્ટ્રીય ગીત સુધી જ સીમિત માનતા હોય છે, પણ વાસ્તવમાં પ્રજાસત્તાક દિવસ એટલે અનેક જવાબદારી. જેમ કે દેશને ભ્રષ્ટાચારથી બચાવવું, સમાજમાં ચોખ્ખાઈ રાખવી, સમાનતા જાળવવી, દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું, કાયદો સમજવો તેમજ ભારતના એક નાગરિક તરીકેની તમામ ફરજો સમજવી અને પાલન કરવી.

દર વર્ષે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર ભારતીય સૈનિકો પરેડ દ્વારા પોતાની બહાદુરી અને શૌર્ય બતાવે છે. જે દેશમાં રહેલી વૈવિધ્યસભર સંસ્કૃતિ, યુવાન શક્તિ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતિબિંબ છે. આમ તો દર વર્ષે ભારતીય સેનાની ત્રણેય પાંખો તેમની શક્તિનું પ્રદર્શન કરતી હોય છે. દર વર્ષે શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને રાષ્ટ્રીય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરે છે.

આજે આ બંધારણના કારણે જ આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે. કારણ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારત પાસે કોઈ બંધારણ નહોતું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણ લાગુ પડ્યું. બંધારણ ઘડવામાં ડો. આંબેડકરનો મહત્વનો ફાળો હતો. લોકશાહી દેશમાં રહેવું એ સૌથી મોટી ગૌરવ લેવા જેવી બાબત છે. ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાબું લેખિત બંધારણ છે. બંધારણ મુજબ જ ભારતની શાસન વ્યવસ્થા ચાલે છે. પહેલા ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતુ નહતું. જે 2020માં આપણા માનનીય વડાપ્રધાન મોદીજીએ આ કલમ હટાવીને સંપૂર્ણ ભારત કર્યું અને હવે સમગ્ર ભારત એક થયું. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. જ્યાં સર્વધર્મ સમભાવ છે.

આપણા દેશમાં જાત જાતની બોલી, પહેરવેશ વગેરે બધે જ વિવિધતા જોવા મળે છે. છતાં ભારતમાં વિવિધતામાં પણ એકતાના દર્શન થાય છે. લોકશાહી દેશમાં આપણે સૌ સાથે મળીને દેશને એક નવી ઉંચાઈએ લઈ જઈશું અને એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક જ પરિવારના પંખીઓ છીએ. એક પરિવારના સભ્યો હોવાનો અનહદ ગર્વ પણ છે.

આપણા દેશને ગુલામીની જંજીરમાંથી છોડાવનાર દરેક અમર શહીદોના બલિદાનને વ્યર્થ જવા નહીં જ દઈએ. આપણે સૌ સાથે મળીને દેશની રક્ષા, ગૌરવ અને આત્મસન્માન માટે હંમેશને માટે સમર્પિત રહીશું. દેશની આન, બાન અને શાન ખાતર જીવની પણ પરવા કર્યા વગર દેશ માટે ખડા રહીશું. મા ભોમની રક્ષા જરૂૂર કરીશું. દરેક બાળકોને દેશભક્તિના રંગે જરૂૂર રંગીશું.દરેક બાળકોમાં નાનપણથી જ ધર્મ અને દેશભક્તિના બીજ રોપવા જોઈએ. જેથી દેશ પ્રત્યે ઊંડી લાગણીનું વાવેતર થઈ શકે.

ભારત દેશમાં રાષ્ટ્રીય પર્વોએ ધ્વજ ફરકાવીને વંદન કરાય છે. માનનીય પ્રધાનમંત્રીએ “હર ઘર તિરંગા” એ આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન શરૂ કર્યું ત્યારથી શેરીએ શેરીએ અને ઘરે ઘરે ધ્વજ ફરકી રહ્યો છે. શેરીએ શેરીએ રાષ્ટ્ર પ્રત્યે ભાવના છલકાય તે હેતુ આવા મહોત્સવ થવા જ જોઈએ, પરંતુ તિરંગાનું સન્માન જળવાઈ રહે તે માટે તમામ નાગરિકોએ એક સરખી રીતે જ ધ્વજવંદન કરવું જોઈએ. જ્યાં પણ ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થવું અને સલામી આપવી એ આપણી નૈતિક ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *