ત્રણ અમૃત ભારત સહિત ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી આપતા વડાપ્રધાન: વિશાળ રેલીને સંબોધન
તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીતને વધાવતા, જેણે ચાર દાયકાથી વધુ સમયથી ડાબેરી શાસનનો અંત લાવ્યો હતો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ કેરળમાં પરિવર્તન આવશે.અહીં પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ રેલીને સંબોધતા, મોદીએ યાદ કર્યું કે ગુજરાતમાં ભાજપનો સત્તામાં ઉદય લગભગ ચાર દાયકા પહેલા એક જ શહેર જીતવાથી શરૂૂ થયો હતો, અને કહ્યું કે કેરળમાં પણ આવું જ થશે.
તેમણે કહ્યું કે 1987 પહેલા, ભાજપ ગુજરાતમાં એક હાંસિયામાં રહેતો પક્ષ હતો અને તેને ભાગ્યે જ કોઈ મીડિયા કવરેજ મળતું. વડાપ્રધાને કહ્યુ ંકે કેરળની પ્રજાને હવે ભાજપમાં વિશ્વાસ છે અને આ વખતની વિધાનસભા ચુંટણીમાન ભાજપ અને સાથી પક્ષો રાજયમાં સતારોહણ કરશે. તિરૂવનંતપુરમ મ્યુનિ. કોર્પોરેશનનો પ્રચંડ વિજય એનો સંકેત છે.
ઉપરાંત આજે તેમણે એક વિશાળ રેલીને પણ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો અને નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી.મોદીએ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો અને એક ત્રિશૂર-ગુરુવાયુર પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે પ્રાદેશિક રેલ કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે.CSIR-NIIST ઇનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કર્યો અને PM SVANIDH ક્રેડિટ કાર્ડ – એક UPI-લિંક્ડ, વ્યાજ-મુક્ત ફરતી ક્રેડિટ સુવિધા – લોન્ચ કરી. મોદીએ પીએમ સ્વાનિધિ યોજના હેઠળ અનેક લાભાર્થીઓને લોનની રકમ અને ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કર્યું.
આ ઉપરાંત, તેમણે શહેરમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી ખાતે અત્યાધુનિક રેડિયોસર્જરી સેન્ટરનો શિલાન્યાસ કર્યો અને નવી પૂજાપુરા હેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું.
