છત્તીસગઢમાં ફરી એક વખત દુ:ખદ ઘટના બની છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ગુરુવારે આવેલા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ ઘટનામાં 7 કામદારના મોત નિપજ્યાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બકુલાહીમાં રીઅલ સ્ટીલ પ્લાન્ટમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્લાન્ટના DSC કોલસા ભઠ્ઠીમાં અચાનક વિસ્ફોટ થતાં સાત કામદારોના મોત થયા હતા. કામદારો ભઠ્ઠી સાફ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો અને ગરમ કોલસાથી તેઓ બળી ગયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
વિસ્ફોટમાં અન્ય ઘણા કામદારો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પોલીસને જાણથતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી દીધા હતા.
જો કે આગની માહિતી મળતાં જ ફાયર ફાઇટર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યો હતો. વિસ્ફોટ એટલો મોટો હતો કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઘણા મીટર સુધી ઉંચા ગયા હતા, અને ઇમારતની દિવાલો પણ કાળી પડી ગઈ હતી.
