ગૃહક્લેશ વધી જતા પત્નીએ પતિની જીભ કાપી નાખી

ઉ.પ્રદેશનો કિસ્સો; પરિણીતાને ઘરમાંથી બહાર ઢસડી ટોળાએ ધોઇ નાખી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલાએ છરી વડે…

ઉ.પ્રદેશનો કિસ્સો; પરિણીતાને ઘરમાંથી બહાર ઢસડી ટોળાએ ધોઇ નાખી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલાએ છરી વડે પોતાના પતિની જીભ કાપી નાખી. આ ઘટના બાદ, પીડિત યુવકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મેરઠ રિફર કરી દીધો. યુવક હાલ બોલવાની સ્થિતિમાં નથી. આજે સવારે ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ તથા આસપાસના નિવાસીઓ ટોળે વળ્યા હતા.

મોદીનગરના રહેવાસી વિપિનના લગ્ન 2025માં મેરઠની રહેવાસી ઈશા સાથે થયા હતા. પરિવારમાં યુવક અને તેની પત્ની ઉપરાંત તેની માતા ગીતા દેવી છે. યુવક મોદીનગરમાં એક ખાનગી ફેક્ટરીમાં કામ કરે છે. માતા ગીતાએ કહ્યું, સોમવારે રાત્રે વિપિનની પત્ની ઈશાએ ખાવાનુ બનાવ્યુ. હું જમીને મારા રૂૂમમાં જતી રહી, જ્યારે મારો દીકરો અને પુત્રવધૂ ઉપરના માળે રૂૂમમાં હતા. આ દરમિયાન, તેઓ ખાવાની વાતને લઈને ઝઘડો કરવા લાગ્યા. રાત્રે 11 વાગ્યા પછી આ વિવાદ થયો. આ પછી ઈશા વિપિન સાથે ઝઘડવા લાગી. મેં વિચાર્યું કે દીકરો અને પુત્રવધૂ છે અને તેઓ એકબીજા સાથે મામલો ઉકેલી લેશે. પણ રાત્રે લગભગ 1 વાગ્યે, ઈશા રસોડામાંથી છરી લઈને આવી અને તેના પતિ વિપિનની જીભ કાપી નાખી. તેણે જીભ પલંગ પર ફેંકી દીધી.

જ્યારે પડોશના લોકોને ઘટનાની જાણ થઈ, ત્યારે લોકો ભેગા થઈ ગયા. વિપિનની પત્ની ઈશાએ પોતાને એક રૂૂમમાં બંધ કરી દીધી. ટોળાએ તેને બહાર કાઢીને ખૂબ મારી. ઈશાના પિયર પક્ષના એક વ્યક્તિને પણ ખૂબ માર્યો. જઇંઘ મોદીનગર, આનંદ પ્રકાશે જણાવ્યું કે પોલીસ લેખિત ફરિયાદના આધારે કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *