મિકા સિંહની રખડતા કૂતરા માટે 10 એકર જમનના દાનની ઓફર

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓ બાબતે સંબંધી સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે ભારે ચર્ચા ચાલી રહી છે…

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સુપ્રીમ કોર્ટને વિનંતી કરી

છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓ બાબતે સંબંધી સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે ભારે ચર્ચા ચાલી રહી છે અને આ મામલાની સુનાવણી હજી ચાલુ છે. આ દરમ્યાન પંજાબી ગાયક અને અભિનેતા મિકા સિંહે ભાવુક અપીલ કરતાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આવારા કૂતરાઓ પર નકારાત્મક અસર કરે એવું કોઈ પણ પગલું ન લેવામાં આવે.

મિકા સિંહે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ’મિકા સિંહ માનનીય સુપ્રીમ કોર્ટને વિનમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને કૂતરાઓને નુકસાન પહોંચાડાય એવું કોઈ પણ પગલું ન લેવાય. મારી પાસે પૂરતી જમીન છે અને હું સંપૂર્ણપણે 10 એકર જમીન દાનમાં આપવા તૈયાર છું. મારી એકમાત્ર વિનંતી છે કે આ પ્રાણીઓની જવાબદારીપૂર્વક સંભાળ રાખી શકે એવા યોગ્ય માનવ-સંસાધન અને કેરટેકર્સની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે. આશ્રયો બનાવવા તથા કૂતરાની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની દરેક પહેલ માટે હું જમીન આપવા તૈયાર છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *