સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સુપ્રીમ કોર્ટને વિનંતી કરી
છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓ બાબતે સંબંધી સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે ભારે ચર્ચા ચાલી રહી છે અને આ મામલાની સુનાવણી હજી ચાલુ છે. આ દરમ્યાન પંજાબી ગાયક અને અભિનેતા મિકા સિંહે ભાવુક અપીલ કરતાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આવારા કૂતરાઓ પર નકારાત્મક અસર કરે એવું કોઈ પણ પગલું ન લેવામાં આવે.
મિકા સિંહે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ’મિકા સિંહ માનનીય સુપ્રીમ કોર્ટને વિનમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને કૂતરાઓને નુકસાન પહોંચાડાય એવું કોઈ પણ પગલું ન લેવાય. મારી પાસે પૂરતી જમીન છે અને હું સંપૂર્ણપણે 10 એકર જમીન દાનમાં આપવા તૈયાર છું. મારી એકમાત્ર વિનંતી છે કે આ પ્રાણીઓની જવાબદારીપૂર્વક સંભાળ રાખી શકે એવા યોગ્ય માનવ-સંસાધન અને કેરટેકર્સની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે. આશ્રયો બનાવવા તથા કૂતરાની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની દરેક પહેલ માટે હું જમીન આપવા તૈયાર છું.

