રીબડા પાસેથી ઈજાગ્રસ્ત બાળક મળી આવ્યું, કોઈએ ફેંકી દીધું કે અકસ્માતે પડી ગયું ?

રીબડા નાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર નજીક એક હદયદ્રાવક ઘટના સામે આવીછે.ઇજાગ્રસ્ત અને બેભાન અવસ્થા માં અઢી ત્રણ વર્ષ નું પીડા થી કણસતું બાળક મળી આવતા તેને…

રીબડા નાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર નજીક એક હદયદ્રાવક ઘટના સામે આવીછે.ઇજાગ્રસ્ત અને બેભાન અવસ્થા માં અઢી ત્રણ વર્ષ નું પીડા થી કણસતું બાળક મળી આવતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતુ.અવાવરુ અને કાંટાળી જગ્યા માં મળી આવેલા ઇજાગ્રસ્ત બાળક અંગે ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ રૂૂરલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. બાળકને રઝળતું મૂકી દેવાયું, પરિવારથી વિખૂટું પડી ગયું કે કોઈ અન્ય કારણ ? તે તપાસનો વિષય બન્યો છે. રવિવારે સવારે રીબડા પાસેથી રઝળતું મૂકી દેવાયેલું અઢી ત્રણ વર્ષનું બાળક મળી આવતા જાગૃત લોકોએ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા બાળકને ચહેરા પર અને કપાળ પર ઈજાઓ દેખાતી હતી. બાળક ને એમ્બ્યુલન્સ 108ને બોલાવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

બનાવની જાણ થતા રૂૂરલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ હોસ્પિટલે દોડી જઈને બાળક અંગેની માહિતી મેળવી હતી. હાલમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બાળકના કોઈ વાલી વારસો હોય તો તેઓએ 63 59 62 57 14 નંબરના મોબાઈલ પર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *