ચાંદીમાં આજે પણ 2200 રૂપિયાનો ઘટાડો, સોનામાં 800 રૂપિયા ઘટ્યા

ગઈકાલે ચાંદીમાં નોંધાયેલા ઘટાડા બાદ ચાંદીમાં આજે પણ 2200 રૂૂપિયા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે ચાંદીના ભાવમાં…

ગઈકાલે ચાંદીમાં નોંધાયેલા ઘટાડા બાદ ચાંદીમાં આજે પણ 2200 રૂૂપિયા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે ચાંદીના ભાવમાં આજે 1900 રૂૂપિયા નો ઘટાડો શરૂૂઆતના પ્રારંભિક સત્રમાં જોવા મળ્યો હતો.

બીજી બાજુ સોનામાં પણ આજે 800 રૂૂપિયા નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે એમસીએક્સ માં સોનાનો ભાવ 1,37,400 જોવા મળ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ ₹2,44,000 350 જોવા મળ્યા હતા. રાજકોટના હાજર ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો ના ₹2,48,350 અને સોનાના ₹1,40,450 જોવા મળ્યા હતા.
બીજી બાજુ શેર બજારમાં આજે પણ ઘટાડા સાથે શરૂૂઆત થઈ હતી. સેન્સેક્સ 170 પોઈન્ટ અને નિફ્ટી 70 પોઈન્ટ નીચે જોવા મળ્યા હતા બેંક નિફ્ટી પણ 60,000 ની નીચે સરકી હતી. આજે પણ કેટલાક મુખ્ય શહેરોમાં ભારે ખેતરો જોવા મળ્યો હતો. વિંઝુવાલા ઉપર અમેરિકાના હુમલા બાદ રિલાયન્સ ના શેર માં પણ ગાબડા પડ્યા છે. 1611 નો હાઈ કર્યા બાદ હાલ શેરનો ભાવ 1490 રૂૂપિયા સુધી પહોંચી ગયો છે એટલે કે ત્રણ દિવસમાં 125 રૂૂપિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તૂટ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *