ભાગીને લગ્ન કરનારને સમાજ નહીં સ્વીકારે, સગાઇ-લગ્નમાં ખર્ચ મર્યાદીત

ઠાકોર સમાજનું બંધારણ જાહેર, રવિવારે ઓગાડમાં મહાસંમેલન, સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પ્રયાસ બંધારણનો ભંગ કરનારના પ્રસંગોમાં કોઇ જશે નહીં, વ્યસન-દૂષણો-કુરિવાજો નાથવા શિક્ષણ ઉપર મૂકાશે ભાર…

ઠાકોર સમાજનું બંધારણ જાહેર, રવિવારે ઓગાડમાં મહાસંમેલન, સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પ્રયાસ

બંધારણનો ભંગ કરનારના પ્રસંગોમાં કોઇ જશે નહીં, વ્યસન-દૂષણો-કુરિવાજો નાથવા શિક્ષણ ઉપર મૂકાશે ભાર

બનાસકાંઠાના ઓગાડ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે. આ પહેલા પાટણમાં ઠાકોર સમાજનું ’બંધારણ મહાસંમેલન’ અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યાં હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે.

ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં, તેમજ લગ્ન પ્રસંગમાં DJ-સનરૂૂફ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે. સામાજિક એકતા માટે ’એક સમાજ એક રિવાજ’નું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેની બેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ તેના અમલીકરણ માટે શપથ લીધા હતા. મહાસંમેલનમાં જૂના કુરિવાજો દૂર કરાશે.

આ બંધારણના અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત થશે. આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ખાતે યોજાનારા મહાસંમેલનમાં આ બંધારણનો વિધિવત અમલ શરૂૂ કરવામાં આવશે. બનાસકાંઠાના સાંસદ ગેની બેન ઠાકોરે જણાવ્યું કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લો, વાવ, થરાદ અને પાટણ. આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ આગામી 4 તારીખે દિયોદર તાલુકાના ઓગડ મુકામે આયોજીત એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે.

તેની પાછળના મુખ્ય કારણો એ છે કે, જેમ સમય પરિવર્તિત થાય તેમ સમાજના રીત-રિવાજોમાં પણ સુધારા લાવવા જરૂૂરી હોય છે. વધુમાં જણાવ્યું કે, પહેલાં સાદગીથી લગ્ન થતાં એટલે ખર્ચા ઓછા હતા. સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે તેની દેખાદેખી નહોતી થતી. આજે જ્યારે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય કે સુખી સમાજ હોય – આ ત્રણેયની ધરી એક થાય અને તેમાં સમરસતા આવે, તે માટે આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. તેની મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. લગ્ન પ્રસંગ અને તમામ પ્રસંગોમાં સમાજ ઓછા ખર્ચા કરી શિક્ષણ તરફ આગળ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે. પછી ભલે તે કુરિવાજો હોય કે વ્યસનો, તમામ પ્રકારની બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઈલાજ હોય તો તે છે શિક્ષણ. શિક્ષણ ક્યારે આવે? જ્યારે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય. નાના-મોટા ધંધા-રોજગાર કરે અને બીજાની મજબૂરીમાંથી નીકળે. તે માટે આ સમાજના સર્વપક્ષીય. આમાં કોઈ પક્ષાપક્ષી નથી, તમામ પક્ષના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર આવી સમાજને માર્ગદર્શન આપશે.

વધુમાં જણાવ્યું કે, હું માનું છું ત્યાં સુધી દરેક ગામમાંથી સીમિત 50, 100 કે 200 આગેવાનો બોલાવ્યા છે અને લગભગ 40 થી 50 હજાર આગેવાનો મહાસંમેલનમાં ભેગા થશે. સાધુ-સંતો, બુદ્ધિજીવી વર્ગ અને વિવિધ સંગઠનો આમાં હાજર રહીને સમાજને પાંખ આપશે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જો કોઈ આ બંધારણનું ઉલ્લંઘન કરશે, તો એના પ્રસંગમાં એના કુટુંબીજનોએ કોઈએ હાજર રહેવું નહીં. જો કોઈ વ્યક્તિ એકલો એવું કરવા માંગતો હોય તો ભલે કરે, પણ બાકીના પરિવારજનો કે સગા-વહાલાઓએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં.

બંધારણના નિયમો જાહેર કરાયા
સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે

લગ્ન પ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1 થી 15) નક્કી કરાયા

લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિઓ અને 11 વાહનો સુધી મર્યાદિત રાખવી પડશે, જેમાં 10 વર્ષથી ઉપરના બાળકને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે

જાનમાં સનરૂૂફ ગાડીઓ, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે

લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ સદંતર બંધ

સામાજિક સુધારાના ભાગરૂૂપે જમણવારમાં મેનૂ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય
મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે 11,000 થી 1,51,000 રૂૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે

મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ

જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે તે રકમ શૈક્ષણિક સંસ્થા કે લાયબ્રેરીમાં દાન આપવાનું

મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં

કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *