જેકલિન ફર્નાન્ડિઝ જરૂૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જોવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ચુકી છે. આ વખતે તેણે પોતે મુંબઇની સડકો પર જરૂૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તેમની ક્રિસમસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધાં છે. જેકલિને આ ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
આ વીડિયોમાં જેકલિન સાંતા ક્લોઝના અવતારમાં એક ટોપલું ભરીને બાળકોને ગિફ્ટ આપતી દેખાય છે. આ વીડિયોમાં બાળકો ઘણા ખુશ અને ઉત્સાહમાં દેખાય છે, જેઓ મુક્ત હાસ્ય સાથે સહજ આનંદમાં જેકલિનને ફરી વળ્યાં છે. ત્યાર પછી જેકલિન આ બાળકો સાથે રમતી અને મસ્તી કરતી અને પછી તેમને એક લાઇનમાં બેસાડીને ખુશીથી ગિફ્ટ હેમ્પર્સ આપતી દેખાય છે.
આ વીડિયોમાં જેકલિને કેપ્શનમાં લખ્યું છે, ’બધાને મેરી ક્રિસમસ? આ બાળકો સાથે ક્રિસમની ખુશીઓ વહેંચવા માટે ખુબ આભાર જેકલિન ફર્નાન્ડિઝ??’ આ વીડિયોમાં ક્રિસમસની ઉજવણી સાથે દયા, કરુણા અને તહેવારોમાં જરૂૂરિયાતમંદને કશુંક પાછું આપવાનો સંદેશ પણ રહેલો છે.
