મહિલાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, શરીરના ટુકડા કરવા ગ્રાઇન્ડર વાપર્યું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં મેરઠ સ્થિત મુસ્કાન કેસ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા…

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં મેરઠ સ્થિત મુસ્કાન કેસ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. તેમણે મૃતકના શરીરને ટુકડા કરવા માટે ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો અને પછી તેને વિવિધ સ્થળોએ ફેંકી દીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

સંભલના પોલીસ અધિક્ષક (એસપી) કે.કે. બિશ્નોઈએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રૂૂબી અને તેના પ્રેમી ગૌરવ તરીકે થઈ છે. ચંદૌસી વિસ્તારના મોહલ્લા ચુન્ની ખાતે રહેતી રૂૂબીએ 18 નવેમ્બરના રોજ તેના પતિ રાહુલ (38) વિરુદ્ધ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇદગાહ વિસ્તાર નજીક એક નાળામાંથી એક સડી ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો, પરંતુ તેનું માથું, હાથ અને પગ ગાયબ હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, શરીરનો કબજો લેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક ટીમે વિગતવાર તપાસ કરી હતી અને ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે તપાસ દરમિયાન, પોલીસે શોધી કાઢ્યું હતું કે શરીર પર રાહુલ નામ લખેલું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન, પોલીસને રૂૂબીની સંડોવણીની શંકા હતી. એસપી બિશ્નોઈએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન રૂૂબીએ કબૂલાત કરી હતી કે રાહુલે તેને ગૌરવ સાથે ગેરકાયદેસર સંબંધ રાખતા પકડી હતી, ત્યારબાદ તેણીએ તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ રાહુલ પર લોખંડના સળિયા અને લોખંડના મુસલાથી હુમલો કર્યો હતો, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ તેઓ ગ્રાઇન્ડર લાવ્યા અને શરીરના ટુકડા કરી નાખ્યા હતા.

એસપીએ જણાવ્યું હતું કે હત્યા પછી, બંનેએ શરીરનો એક ભાગ ગટરમાં ફેંકી દીધો હતો, જ્યાંથી તે પછીથી મળી આવ્યો હતો, જ્યારે બાકીના ભાગો રાજઘાટ લઈ જઈને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *