રાજ્યમાં વરસાદનો સાતમો દિવસ ; મહુવામાં વધુ 3 ઇંચ

ગુજરાતના 116 તાલુકાઓમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદનું જોર ઘટવા તરફ રાજ્યમાં છેલ્લા સાત દિવસથી પડી રહેલા માવઠાનો કહેર આજે પણ ચાલુ રહેવા પામ્યો હતો. જેમાં…

ગુજરાતના 116 તાલુકાઓમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદનું જોર ઘટવા તરફ

રાજ્યમાં છેલ્લા સાત દિવસથી પડી રહેલા માવઠાનો કહેર આજે પણ ચાલુ રહેવા પામ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુલા પંથકમાં વધુ 3 ઇંચ વરસાદ વરસી ગયો હતોે. જયારે ડાંગ, સુરત, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ અડધા ઇંચથી લઇને ભારે ઝાપટાઓ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં આજે સતત સાતમાં દિવસે માવઠાનો માર ચાલુ રહ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુલા પંથકમાં ફરી વખત અનારાધાર ત્રણ ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ તેમજ હાસોટ 2॥ ઇંચ, તળાજા 2॥, સુબીર, મહુવા-સુરત 2 ઇંચ, ગાંધીનગર, પાલીતાણા 1॥, કડી, દેસર, ઓલપાડ, સીહોર, દેહગામ, કલોલમાં 1 ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ. જયારે ગોધરા, બાવળા, જેસર, કામરેજ, માંડવી, ઉના, પલસાણા, પાદરા, માંગરોળ, વ્યારા, જામજોધપુર, કલ્યાણપુર, ભરૂચ સહિતના પંથકમાં હવા ભારે ઝાપટાનો દોર ચાલુ રહેતા વરાપની રાહ જોતા ખેડૂતો ઉપર ફરી વખત મુશીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળ છાયુ વાતાવરણ હોવાથી હજૂ પણ વધુ વરસાદ વરસાની શકયતા જોવાઇ રહી છે. તંત્ર દ્વારા છેલ્લા સાત દિવસથી અને આગામી આગાહીના પગલે એનડીઆરએફ સહિતની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *