મોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ

મોરબીની પ્રજા ને તકલીફો મુશ્કેલી સમસ્યાઓ તો જાણે નસીબમાં લખાવીને આવી છે તૂટેલા રોડ રસ્તા જાહેર માર્ગ પર તલાવડા ઉભરાતી ગટરો ગંદકી આ પ્રજાને પ્રાથમિક…

મોરબીની પ્રજા ને તકલીફો મુશ્કેલી સમસ્યાઓ તો જાણે નસીબમાં લખાવીને આવી છે તૂટેલા રોડ રસ્તા જાહેર માર્ગ પર તલાવડા ઉભરાતી ગટરો ગંદકી આ પ્રજાને પ્રાથમિક સુવિધા ના વર્ષોથી મોરબી નગરપાલિકા હતી ત્યારે પણ ને આજે મોરબી મહાનગરપાલિકા બની ગઈ છતાં પ્રશ્નો યથાવત છે.

મોરબીમાં છેલ્લા ત્રણ દિવસના વરસાદથી શહેર પર નરકાગાર પરિસ્થિતિમાં ફેરવાયું છે પાણીના નિકાલના અભાવે જાહેર માર્ગો પર પાણીના તલાવડા ચારો તરફ ગારા કીચડ થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તાજેતરમાં મોરબી મહાનગરપાલિકાએ ચોમાસામાં વરસાદ માં ગાબડા પૂરવાની કામગીરી કરી પણ ફરી વરસાદ આવતા પ્રજાના પૈસે બુરેલા ગાબડા ધોવાઈ ગયા ને પ્રજાની મુશ્કેલી યથાવત રહી ત્યારે આવી કામગીરી વર્ષોથી ચાલે છે જેથી કોન્ટ્રાક્ટરોને અધિકારી ખિસ્સા ગરમ કરે છે ને પ્રજા હેરાન થઈ રહી છે.

વિકાસ ની મોટી મોટી વાતો કરતા ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ કે આગેવાનો ની કે મોરબી ના તંત્ર ની કોઈ જવાબદારી છે ખરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *