મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો, 4 યુવાનોએ જીવન લીલા સંકેલી

મોરબી પંથકમાં આપઘાત અને ઝેરી અસરથી ચાર યુવાનોના મોત નીપજ્યા હતા. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ફેકટરીના પાછળના ભાગે ગળેફાંસો ખાઈ 35 વર્ષીય યુવાને આયખું…

મોરબી પંથકમાં આપઘાત અને ઝેરી અસરથી ચાર યુવાનોના મોત નીપજ્યા હતા. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ફેકટરીના પાછળના ભાગે ગળેફાંસો ખાઈ 35 વર્ષીય યુવાને આયખું ટુંકાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબીના બેલા ગામની સીમમાં ઈંગ્લીશ સિરામિકમાં કામ કરતા વિશ્રરામસિંગ અલીસિંગ ઠાકોર (ઉ.વ.35) નામના યુવાને સનફોલ સિરામિક પાછળના ભાગે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ બીજા દિવસે અસર થતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થતા માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

છોટા ઉદેપુરના વતની અને હાલ જુના ઘાટીલા ગામે ખેત મજુરી કરતા હસમુખભાઈ જેનીયાભાઈ નાયકા (ઉ.વ.31) નામના યુવાન ખેતરમાં કપાસના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા અને દવાની અસર બીજા દિવસે થતા જેતપર બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીકની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં 21 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ અઈબીસ સ્માર્ટ માર્બલ કંપનીના લેબર ક્વાર્ટરમાં સંદીપકુમાર તુલસીભાઈ (ઉ.વ.21) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધ ઘેનની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે કુંભાર માટલાવાળી શેરી શક્તિ માતાજી મંદિર સામે રહેતા ભુદરભાઈ છગનભાઈ ફૂલતરીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ પોતાના ઘરે ઘેનની વધુ પડતી ગોળી ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *