બિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો અને રાજકીય પક્ષોને રાજ્યના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવામાં મદદ…

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો અને રાજકીય પક્ષોને રાજ્યના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવામાં મદદ કરવા માટે પેરા-લીગલ સ્વયંસેવકોને તૈનાત કરવા કહ્યું. સ્વયંસેવકોને જિલ્લા ન્યાયાધીશોને ગુપ્ત અહેવાલો સબમિટ કરવા કહેવામાં આવ્યું છે, જેની સમીક્ષા 8 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે SIR કવાયતની આસપાસ મૂંઝવણ મોટાભાગે વિશ્વાસનો મુદ્દો છે અને રાજકીય પક્ષોને આ પ્રક્રિયામાં પોતાને સક્રિય કરવા વિનંતી કરી.

સુનાવણી દરમિયાન, ભારતના ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે દાવા અને વાંધા દાખલ કરવાની 1 સપ્ટેમ્બરની અંતિમ તારીખ ઔપચારિક રીતે સમાપ્ત થઈ ગઈ છે, છતાં આવી અરજીઓ હજુ પણ તારીખ પછી સબમિટ કરી શકાય છે. જોકે ઊઈ એ સ્પષ્ટતા કરી કે મતદાર યાદીને અંતિમ સ્વરૂૂપ આપ્યા પછી જ આનો વિચાર કરવામાં આવશે અને દરેક વિધાનસભા મતવિસ્તારમાં નામાંકનની છેલ્લી તારીખ સુધી ફાઇલ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *