2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ

વિશ્ર્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો કર્મચારીઓ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે…

વિશ્ર્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો કર્મચારીઓ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત

ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ભારત 2029ના વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની યજમાની કરશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની, અત્યંત પ્રતિષ્ઠિત રમતગમત ઇવેન્ટ માટે ગુજરાતના જીવંત શહેર અમદાવાદ ને યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ખુશી અને ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ છે! ભારત 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન કરવાની બિડ ભારતે જીતી છે તે દેશના વિસ્તરતા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આ જાહેરાત સાથે જ ભારતના રમતગમત ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂૂ થયો છે.

ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદને આ ઇવેન્ટ માટે સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં વિશ્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો બહાદુર કર્મચારીઓ 50 થી વધુ રમતોમાં સ્પર્ધા કરશે.

2029 માં જ્યારે વિશ્વભરના રમતવીરો અમદાવાદની ધરતી પર ઉતરશે, ત્યારે તે માત્ર એક રમતગમતનો મહાકુંભ જ નહીં, પરંતુ ભારતીય આતિથ્ય, સંસ્કૃતિ અને રમતગમત ક્ષમતાનું પણ પ્રતિક બનશે. આ ગેમ્સ ગુજરાત માટે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ નવા દ્વાર ખોલશે 1985થી દર બે વર્ષે એક વાર વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં, તેની શરૂૂઆતથી રમતોની 20 આવૃત્તિઓ (યુએસએ – 8 વખત, કેનેડા – 5 વખત, યુરોપ – 4 વખત, યુકે – 2 વખત અને ચીનમાં – એક વખત) યોજાઈ ચૂક્યા છે. આ રમતો પોલીસ / ફાયર / મેડિકલ / ઇમરજન્સી / ડિઝાસ્ટર સર્વિસીસ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ વગેરેના સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખુલ્લી છે.

ભારતીય પોલીસ ટુકડીએ સૌપ્રથમ 2007માં એડિલેડ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં આ રમતોમાં ભાગ લીધો હતો. છેલ્લી (20મી આવૃત્તિ) વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 26 જુલાઈ – 6 ઓગસ્ટ, 2023 દરમિયાન કેનેડાના વિનિપેગમાં યોજાઈ હતી, જ્યાં 133 ભારતીય પોલીસ ખેલાડીઓએ રેકોર્ડ 343 મેડલ (ગોલ્ડ – 224, સિલ્વર – 82, બ્રોન્ઝ – 37) જીત્યા હતા.

2007માં ભાગ લીધા પછી, ભારતીય પોલીસ ટુકડીએ રમતોના 8 આવૃત્તિઓમાં 1400થી વધુ મેડલ જીત્યા છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટુકડીની પસંદગી તે વર્ષ દરમિયાન યોજાતા વાર્ષિક ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. ઓલ ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, દેશમાં પોલીસ રમતોનું આયોજન કરવા માટેની સંચાલક સંસ્થા, જેમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (ઈઅઙઋ), સ્ટેટ પોલીસ ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓના 53 સભ્ય સંગઠનો છે, જે દર વર્ષે 40 વાર્ષિક પોલીસ ગેમ્સનું આયોજન કરે છે. તે વર્ષે ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સ દરમિયાન વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટીમ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *