સંરક્ષણ સાધનોની ખરીદી-ડિલીવરીમાં વિલંબ: વાયુસેનાના વડાનો બળાપો વ્યર્થ જવો ન જોઈએ

  ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત…

 

ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે એક ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે એરફોર્સ માટેની ડિફેન્સ સિસ્ટમની ખરીદી અને ડિલિવરીમાં સતત થઈ રહેલા વિલંબ અંગે બળાપો કાઢતાં કહ્યું છે કે દેશનાં સંરક્ષણ દળો માટેની ડિફેન્સ સિસ્ટમ્સનો એક પણ પ્રોજેક્ટ એવો નથી જે સમયસર પૂરો થયો હોય. એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તો એક ગંભીર સવાલ પણ કર્યો કે, આપણે એવાં વચનો કેમ આપીએ છીએ કે જે પૂરાં જ ન થઈ શકે ?

એરફોર્સ ચીફના કહેવા પ્રમાણે તો ઘણી વખત કરાર પર સહી કરતી વખતે જ ખબર હોય છે કે પ્રોજેક્ટ સમયસર પૂરો થશે નહીં અને સમયસર ડીલિવરી મળશે નહીં છતાં કરાર પર સહી કરી નાખીએ છીએ. તેના કારણે આખી સિસ્ટમ બગડી જાય છે. એરફોર્સ ચીફે દેશના ઉદ્યોગ અને વ્યાપાર જગતના ધૂરંધરોની બનેલી ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ સીઆઇઆઇની વાર્ષિક વ્યાપાર સમિટમાં આ સવાલ ઉઠાવ્યા તેથી આખા દેશનું તેના તરફ ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે. એરફોર્સ ચીફે ઉઠાવેલો મુદ્દો ગંભીર છે ને વધારે ગંભીર વાત એ છે કે, એરફોર્સ ચીફે પહેલીવાર સિસ્ટમ સામે સવાલ કર્યા નથી. આ પહેલાં 8 જાન્યુઆરીએ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તેજસ ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી.

એ વખતે એરફોર્સ ચીફે કહ્યું હતું કે તેજસ એમકે 1 એ ફાઇટર જેટ માટે ફેબ્રુઆરી 2021માં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલ સાથે રૂૂપિયા 48,000 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. તેજસની ડિલિવરી માર્ચ 2024થી શરૂૂ થવાની હતી પણ હજુ સુધી એક પણ વિમાન આવ્યું નથી. આઘાતની વાત એ છે કે, તેજસ એમકેર નો પ્રોટોટાઇપ હજુ તૈયાર નથી. આપણે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઇટર એએમસીએની વાત કરીએ છીએ પણ હજુ સુધી તેનો પ્રોટોટાઇપ પણ તૈયાર નથી. આપણા એરફોર્સે ઓપરેશન સિંદૂર વખતે બતાવેલી બહાદુરીને આખા દેશે વખાણી અને જવાનોની મર્દાનગીને સલામ કરી. એરફોર્સ ચીફની વાતનો એક અર્થ એ પણ છે કે, પૂરતાં વિમાનો સહિતનાં સાધનો નહીં હોવા છતાં એરફોર્સે જોરદાર કામગીરી કરી બતાવી છે. ભવિષ્યમાં એરફોર્સ આ રીતે જ દેશની સુરક્ષા કરે એ માટે તેને સજ્જ કરવું જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *