મોરબીમાં લગ્નની લાલચ આપી ગોડાઉનમાં લઇ જઇ યુવતી પર દુષ્કર્મ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ લાલપરના અને હાલ મોરબીમાં રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે યુવતીને લગ્નનું…

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ લાલપરના અને હાલ મોરબીમાં રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે યુવતીને લગ્નનું વચન આપીને કુકર્મ કર્યું. યુવતીએ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ તે યુવતીને આરોપી પોતાના કબજા વાળા ગોડાઉનમાં લઈ ગયો હતો અને યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.

જેથી ભોગ બનેલી યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને હાલ મોરબી રહેતા મૂળ લાલપરમાં રહેવાસી સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સતિષ પટેલે પોતાના કબજા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરિયાદી યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

જોકે ત્યારબાદ સતીશ પટેલે ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા ન હતા, જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તાજવીજ શરૂૂ કરી છે. આ અંગેની આગળ વધુ તપાસ મોરબી જિલ્લાના એસસીએટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી અને તેની ટીમ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *