અમદાવાદ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે મકરબા મેઈન રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક ભૂવામાં રીક્ષા ખાબકતાં રીક્ષા ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તંત્રની બેદરકારીથી ચાલકનો જીવ જોખમમાં મૂકાયો હતો.મકરબા રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ પાસે રોડ બન્યાને 6 મહિના જેટલો સમય થયો છે. ત્યાં મોટો ભૂવો પડતાં જ તંત્રની પોલ ખુલી છે. રીક્ષા ચાલકને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી છે. મકરબા રોડ પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આબાલવૃદ્ધ સૌ આ રોડ પર પસાર થતાં હોય છે ત્યારે ગુણવત્તા વિનાનાં રસ્તાનાં કારણે નિર્દોષ લોકો આડેદિન ભોગ બની રહ્યાં છે. અહીં રીક્ષા નહીં વિકાસ ઊંધે માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.
નવા બનેલા રોડ ઉપર રિક્ષા ઉંધા માથે ભૂવામાં ગરકાવ
અમદાવાદ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે મકરબા મેઈન રોડ સિક્સ લેન પર અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક ભૂવામાં રીક્ષા ખાબકતાં રીક્ષા ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ ડ્રાઈવરને…
