પડતર પ્રશ્ર્નો અંગે મહેસૂલકર્મીઓનું સરકારને 10 દી’નું અલ્ટિમેટમ

  સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. મહેસુલ કર્મચારીઓ પણ મેદાનમાં આવ્યા છે અને પડતર પ્રશ્નોનું 10 દિવસમાં નિરાકરણ નહીં આવે…

 

સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. મહેસુલ કર્મચારીઓ પણ મેદાનમાં આવ્યા છે અને પડતર પ્રશ્નોનું 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કાળીપટ્ટી, ધરણા અન માસ સીએલ જેવા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

કલેકટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે નાયબ મામલતદાર સંવર્ગની પ્રવસ્તાયાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી. વિભાગના પરિપત્ર નં.એસએનઆર-102016-3621-ડી.1, તા.16/06/2017 થી પ્રસિધ્ધ કરેલ પ્રવરતાયાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ આ કામે રજુ થયેલ વાંધાઓની સુનાવણી અને નિર્ણય થયેલ ન હોય, વિભાગકક્ષાએ જરૂૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂૂરી છે.

આ અંગે નાયબ મામલતદારોની રજુઆતો ધ્યાને લઈ તેમને ડિમ્ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્થાન મળવાપાત્ર હોય. તે મુજબ ડિમ્ડડેટ સાથેની નિયમોનુસાર અદ્યતન પ્રવરઆ યાદી બનાવવામાં આવે, તેમજ તે આધારે તાત્કાલિક નાયબ મામલતદાર થી મામલતદારના પ્રમોશન આપવા કાર્યવાહી કરવામાં આવે. કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેન તાત્કાલિક નિર્ણય કરવો. તેમજ હવે પછી રજુ થતી જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરુરી છે. વધુમાં કલેક્ટર કક્ષાના/જિલ્લા કક્ષાના એનઓસી મેળવવાની પ્રથા બંદ કરી જિલ્લા બદલીની અરજીઓનો જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી. કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ 2015 માં નિમણૂક પામેલ તમામ કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે. તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવો.

મુદ્દાઓનો હકારાત્મક નિકાલ કરવાની જગ્યાએ કેટલાક નાયબ મામલતદારશ્રીઓની માંગણી કે મંજુરી વગર ફરજના જીલ્લામાંથી અન્ય દુરના જીલ્લાઓમાં બદલી કરવા અંગે હુકમ કરેલ છે. આ હુકમના કારણે આ કર્મચારીઓના સામાજીક તેમજ પારિવારીક જીવન પર વિપરીત અસર થાય તેમ છે તથા મહિલા કર્મચારીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. જેના કારણે તમામ મહેસુલી કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ હોય ઉપરોક્ત મુદ્દાઓનો દિન-10 માં હકારાત્મક નિકાલ કરવામાં નહી આવે તો કાળી પટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. તેવી ચિમકી રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે ઉચ્ચારી છે.

વ્યાયામ શિક્ષકો સાથે સરકારની બેઠક
ગાંધીનગરમાં આજે વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આવી શકે છે કેમકે, સરકાર અને શિક્ષકો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક મળશે તેમાં મહત્વનો નિર્ણય પણ આવી શકે છે,કાયમી ભરતી માટે શિક્ષકો કરી રહ્યા છે આંદોલન તેમજ સરકાર કાયમી તરીકેના લાભો આપે તેવી શક્યતા પણ છે,5-6 ગામ વચ્ચે એક વ્યાયામ શિક્ષક લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સતત 24 દિવસથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *