ભાડાની કાર લઇને નીકળેલા ત્રણમાંથી બે સગીરની ગઇકાલે લાશ મળી હતી
અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા. જ્યારે આજે (7 માર્ચ) શુક્રવારે સવારે ક્રિશ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ઉલ્લેખનીય છે કે, બે સગીર અને યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતા સમયે જ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્કોર્પિયો પણ બે પૈકીનો એક સગીર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. 6થી 7 સગીર અને યુવકોએ રીલ બનાવવા માટે 3500 રૂૂપિયાના ભાડે ચાર કલાક માટે સ્કોર્પિયો મેળવી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી અલગ-અલગ લોકોનાં નિવેદન લીધાં છે.
ગતરોજ બે સગીરના મૃતદેહો મળ્યા હતાં શુક્રવારે સવારે શોધખોળ દરમિયાન બનાવ સ્થળેથી અડધો કિમી દૂર યક્ષની લાશ મળી આવી હતી, જ્યારે દોઢ કિલોમીટર દૂરથી યશની પણ લાશ મળી હતી. જોકે આ બંને સગીર સાથે ત્રીજો ક્રિશ નામનો યુવક પણ હતો, જેનો 36 કલાક બાદ ફાયરની ટીમને મૃતદેહ મળી આવ્યો છે.
