2047 સુધીમાં નર્મદા-સાબરમતીના કાંઠે ગુંજશે સાવજની ડણક

  મોદીની મુલાકાતથી રૂા.2927 કરોડના ‘પ્રોજેકટ લાયન’ને બૂસ્ટર ડોઝ, 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી 2927 કરોડના પ્રોજેક્ટ…

 

મોદીની મુલાકાતથી રૂા.2927 કરોડના ‘પ્રોજેકટ લાયન’ને બૂસ્ટર ડોઝ, 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો

ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી 2927 કરોડના પ્રોજેક્ટ લાયનનું કામ મોદીની આજની ગીર મુલાકાત બાદ તેજ બનશે.

આ પૈસા આઝાદીના 100 વર્ષ સુધી એટલે કે 2047 સુધી ખર્ચ કરવામાં આવશે અને ત્યાં સુધીમાં સાવજો પોતાનો જૂનો કોરિડોર ફરી મેળવી લેશે તેવી આશા પણ વ્યક્ત કરાય છે. આગામી વર્ષોમાં સિંહો ભાવનગરના વલ્લભીપુરમાં ચમારડી હિલથી લઈને નદી કાંઠે સાબરમતી અને ત્યાંથી નર્મદા નદીના કાંઠા સુધી પહોંચી જશે. આ ઉપરાતં વચ્ચે જે જે નાના જંગલો આવે છે ત્યાં પણ તેનું આશ્રય સ્થાન બનાવશે.

દિલ્હી બહાર પ્રથમ વખત નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક સાસણમાં મળી હતી જેમાં જેમાં સિંહના સંરક્ષણ મુદ્દે રોડ મેપ તૈયાર કરી આ તમામ મુદ્દે ચર્ચા થઈ. ઉપરાંત આગામી મે માસમાં થનારી સાવજોની ગણતરી બાદ સિંહની સંખ્યામાં 27 ટકાનો વધારો થવાથી પૂરી સંભાવના સામે આવી છે એટલે કે હાલ 674 સિંહ છે તે વધી ને 925થી વધુ થવાનો અંદાજ પણ આંકવામાં આવ્યો છે .

ગીર જંગલ એશિયાઈ સિંહોનું છેલ્લું આશ્રય સ્થાન ગણાય છે. સિંહ પ્રજાતિ ભૂતકાળમાં ગુજરાતના નર્મદા નદી કાંઠે પણ વિહરતી હતી. ત્યાંથી સંકોચાઇ સિંહો માત્ર ગીરમાં બચ્યા હતા. 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ અમલમાં આવ્યા બાદ સિંહોના સંરક્ષણ ઉપર સરકારનું ધ્યાન વધ્યું અને સિંહના સંરક્ષણ માટે લોકોની ભાગીદારીથી સિંહની વસ્તી સતત વધવા લાગી. 2927 કરોડના પ્રોજેક્ટ લાયન વર્ષ 2047 સુધીમાં સિંહ પ્રજાતિને વધુ સંરક્ષણ પૂરું પાડવા સાથે જૂની ટેરેટરી મેળવી આગળ વધતા સિંહો 2030 સુધીમાં સાબરમતી-અમદાવાદ નદી સુધી પહોંચશે તેવો આશાવાદ છે.

સિંહ પ્રજાતી સૌરાષ્ટ્રના નવા જિલ્લામાંથી બહાર નવી ટેરેટરી મધ્ય ગુજરાત તરફ વિસ્તારશે તે શક્યતાઓ ઉજળી છે જેમ જેમ સિંહ પ્રજાતિ પોતાના નવા વિચરણ સ્થાનો ઉભા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને મુલાકાત દરમિયાન નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં સિંહોની વસ્તી અને સિંહો સંખ્યા અને સિંહની નવી ટેરેટરીની વિગતો રજુ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *