આલે લે… ખજૂરમાંથી સોનું: દાણચોરીનો નવો નુસખો

કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી અહીં ઉતરેલા એક મુસાફરની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કંઈક શંકાસ્પદ મળી…

કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર દાણચોરીના અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી અહીં ઉતરેલા એક મુસાફરની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કંઈક શંકાસ્પદ મળી આવ્યું હતું. આ પછી જ્યારે સ્કેનિંગ અને તપાસ થઈ તો અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રવાસી ખજૂરની અંદર છુપાયેલું સોનું લાવતો હતો.

દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરીની અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી દિલ્હી આવી રહેલા એક મુસાફરની બેગની તલાશી લેવામાં આવી તો તેમાં ખજૂર છુપાયેલું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓને પેસેન્જરની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી, જેના પગલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એક્સ-રે સ્કેનિંગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (ડીએફએમડી)માંથી પસાર થયા બાદ શંકા વધુ ઘેરી બની હતી. જ્યારે પેસેન્જરને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (ઉઋખઉ)માંથી પસાર થવાનું કહેવામાં આવ્યું, ત્યારે એવા સંકેતો મળ્યા કે તેની પાસે કોઈ મેટલ હોઈ શકે છે.

કસ્ટમ વિભાગે જ્યારે પેસેન્જરની બેગની તલાશી લીધી તો અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બેગમાં રાખેલી ખજૂરની અંદર સોનાના ટુકડા છુપાયેલા હતા. જ્યારે તેનું વજન કરવામાં આવ્યું ત્યારે કુલ 172 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનું નાના કાપેલા ટુકડા અને સોનાની સાંકળના રૂૂપમાં હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *