તૃપ્તિ ડિમરીએ પરવિન બાબીની બાયોપિકની તૈયારીઓ શરૂ કરી

  શોનાલી બોઝ દ્વારા સિરીઝ ડિરેકટ કરવામાં આવશે તૃપ્તિ ડિમરી મોટા પડદા પર ફરી એક વખત પરવીન બાબીને જીવંત કરવાની હોવાના અહેવાલો અને ચર્ચાઓ તો…

 

શોનાલી બોઝ દ્વારા સિરીઝ ડિરેકટ કરવામાં આવશે

તૃપ્તિ ડિમરી મોટા પડદા પર ફરી એક વખત પરવીન બાબીને જીવંત કરવાની હોવાના અહેવાલો અને ચર્ચાઓ તો છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલે છે, હવે તેણે આ સિરીઝ માટે તૈયારી પણ શરૂૂ કરી હોવાના અહેવાલો છે. જોકે, તેણે હજુ આ સિરીઝ સાઇન કરી નથી. શોનાલી બોઝ દ્વારા આ સિરીઝ ડિરેક્ટ કરવામાં આવશે. હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.

હાલ તૃપ્તિ આ રોલ માટે અભ્યાસ, સંશોધન, પરવીન બાબીનું જીવન અને વારસો કેવા છે તે અંગે તૈયારી શરૂૂ કરી દીધી છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર આવશે. તૃપ્તિ હાલ પરવીન બાબીની ફિલ્મો જોઈ રહી છે, જેથી તે પડદાં પરનાં તેમનાં હાવ-ભાવ અને છટાથી વાકેફ થઈ શકે. તે પરવીન બાબીનાં જીવનની સફરને સમજવામાં ઉંડો રસ લઈ રહી છે, તેમની શરૂૂઆતથી લઇને સ્ટારડમથી લઇને તેમના સંઘર્ષ સુધી.

પરવીન બાબી 70-80ના દાયકાની સુપરસ્ટાર હતી. જે પોતાના બોલ્ડ રોલ, ગ્લેમરસ અવતાર અને ઇન્ટરનેશનલ અપીલ માટે જાણીતી હતી. તેનું જીવન પણ કારકિર્દીની જેમ જ એક ફિલ્મી કથા જેવું હતું. તેથી હિન્દી સિનેમાનું તેનું વ્યક્તિત્વ બધાને આકર્ષતું હતું. આ સિરીઝમાં તેની કારકિર્દીના બુલંદ સિતારાથી લઇને તેમના અંગત સંઘર્ષ, તેમજ તેમના વરસા પર કથા આગળ વધશે. હજુ મેકર્સ તરફથી આ અંગે કોઈ જાહેરાત થઈ નથી, તૃપ્તિ ડિમરી તેમાં જોડાવાની વાતથી આ સિરીઝ અત્યારથી જ ચર્ચમાં આવી ગઈ છે. જો આ સાચું પડે તો તેની અઘરાં પાત્રોને ઊંડાણપૂર્વક ભજવવાની ક્ષમતાની પણ પરીક્ષા થશે. તેના માટે આ રોલ પડકારજનક અને મહત્વનો બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *