અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને કબીર ખાન ફિલ્મ્સે હવે સાથે મળીને બે ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ ભારતના લીડિંગ ક્ધટેન્ટ સ્ટુડિયોમાંથી એક છે જેણે બ્લેક વોરન્ટ, સ્કેમ, ક્રિમિનલ જસ્ટિસ, તનાવ અને અનદેખી જેવા સફળ શો બનાવ્યા છે. હવે એણે બોલીવુડના જાણીતા ફિલ્મમેકર કબીર ખાન સાથે ભાગીદારી કરી છે. હવે આ બે દિગ્ગજ ભેગા મળીને બે ધમાકેદાર સ્ટોરી પરથી ફિલ્મ કો-પ્રોડ્યુસ કરશે. કબીર ખાન પણ એક થા ટાઇગર, બજરંગી ભાઈજાન, 83’ અને ચંદુ ચેમ્પિયન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતી ચૂક્યો છે.
આ જોડાણ વિશે વાત કરતાં અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર સમીર નાયરે કહ્યું હતું કે કબીર સાથેની અમારી ભાગીદારીના મૂળમાં અમારા બન્નેનો સ્ટોરી-ટેલિંગ પ્રત્યેનો પ્રેમ છે. અમે કબીર સાથે આવનારા એક્સાઇટિંગ સમયની રાહ જોઈ રહ્યા છીએ.