કર્મચારીને ઇજા, ઓફિસમાં તોડફોડ: ઘટનાના સીસીટીવી વાઇરલ
જૂનાગઢ જિલ્લાના માણાવદર-જૂનાગઢ રોડ પર દગડ વિસ્તારમાં આવેલી ફાલ્કન ઇન્ડિયા ઓર્ગેનિક્સ જીનીંગ મિલમાં ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. સાંજે 8 વાગ્યાની આસપાસ એક સફેદ ફોરવ્હીલર ગાડીમાં આવેલા પ્રકાશ ઉર્ફે બુદ્ધો કાનગડે મિલના માલિક હિતેશ ત્રાંબડિયા પર જીવલેણ હુમલો કર્યો હતો.આરોપીએ પહેલા હિતેશને ગાળાગાળી કરી અને બે તમાચા મારી જાનથી મારી નાખવાનું કહી કારખાનું બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગાડીમાંથી લાકડી કાઢીને હુમલો કર્યો હતો. હિતેશે જ્યારે બચવા માટે ઓફિસમાં ભાગ્યા, ત્યારે આરોપીએ મિલના કર્મચારી રેનિશ વિરોજાને પણ હાથ-પગમાં લાકડી મારી હતી અને ઓફિસના કાચ તોડી નાખ્યા હતા.આ હુમલાનું કારણ વાડીએ જવાના રસ્તાનો વિવાદ છે.
આરોપીના કાકાને મિલમાંથી વાડીએ જવાનો રસ્તો ન મળતા, તેનું વેર વાળવા આ હુમલો કરવામાં આવ્યો હતો. મિલના સુપરવાઈઝર કૃપાલ ત્રાંબડિયાના આવતા આરોપીઓ ભાગી ગયા હતા. સમગ્ર ઘટના ઈઈઝટમાં કેદ થઈ છે અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂૂ કરી છે.આ ઘટના સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કરે છે, કારણ કે આવારા તત્વોમાં કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી. દિવસે દિવસે આવી હિંસક ઘટનાઓ વધી રહી છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.
