કાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા

રૂ. 47 હજારની મતા કબ્જે કરાઇ જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે…

રૂ. 47 હજારની મતા કબ્જે કરાઇ

જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે મોબાઈલમાં વોટ્સએપ ચેટ ના માધ્યમથી સોદા કરતા પકડાયા છે. બન્ને ધંધાર્થીઓને રૂૂપિયા 47 હજારની માલમતા સાથે કાલાવડ પોલીસે ઝડપી લીધા છે.

કાલાવડમાં ચમન ટેકરી વિસ્તારમાં રહેતો રસીદ હારુનભાઈ બાનાણી તેમજ ઇમરાન ઈકબાલભાઈ બાનાણી કે જેઓ બંને વરલી મટકાના આંકડા મોબાઈલ ફોન મારફતે મેળવતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. જે બંને આરોપીઓ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટના માધ્યમથી વરલીનું બેટીંગ લેતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવતાં બંનેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન તથા એકટીવા સ્ફુટર સહિત કુલ રૂૂપિયા 47,000 ની માલમતા કબજે કરી છે.
જામનગર માં દરબારગઢ સર્કલ પાસેથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા. સલીમ મહમદભાઈ મેમણ તેમજ સલીમ અલી મહંમદ મેમણ ને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 1,810 ની રોકડ રકમ અને વરલી મટકા ની ચિઠ્ઠીઓ કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *