B.EDનો 1 વર્ષનો કોર્ષ નવી શરતો સાથે શરૂ કરાશે

ચાર વર્ષ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને માન્યતા મળશે: એનસીટીઇનો નિર્ણય એક વર્ષિય બીએડ કોર્સ ફરીથી શરુ થશે. એનઈપી 2020ની ભલામણો અનુસાર, અમુક નવી શરતો સાથે…

ચાર વર્ષ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને માન્યતા મળશે: એનસીટીઇનો નિર્ણય

એક વર્ષિય બીએડ કોર્સ ફરીથી શરુ થશે. એનઈપી 2020ની ભલામણો અનુસાર, અમુક નવી શરતો સાથે તેને ફરીથી 10 વર્ષ બાદ શરુ કરવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને હાલમાં જ થયેલી બેઠકમાં એક વર્ષિય બીએડ સહિત ટીચિંગ કોર્સને લઈને કેટલાય મોટા નિર્ણયો લીધા છે.

એનસીટીઈના ચેરમેન પ્રો. પંકજ અરોડાએ જણાવ્યું કે, ગવર્નિંગ બોડીના નવા રેગ્યુલેશંસ 2025ને પણ મંજૂરી આપવામાં આવી છે. આ 2014ની જગ્યા લેશે. એક વર્ષિય બીએડ કોર્સ ફક્ત એ જ વિદ્યાર્થીઓ કરી શકશે, જેમણે ચાર વર્ષિય ગ્રેજ્યુએશન કોર્સ કર્યો હશે અથવા જેમની પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હશે. એક વર્ષિય બીએડ કોર્સ 2014માં બંધ કર્યો હતો. 2015ની બેચ આ કોર્સની લાસ્ટ બેચ હતી.

એનસીટીઈ ચેરમેનના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં દેશમાં લગભગ 64 જગ્યામાં 4 વર્ષિય ઈંટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન કોર્સ ચાલી રહ્યો છે. જ્યાંથી વિદ્યાર્થીઓ પોતાની પસંદના વિષયમાં બીએડ કરી શકશે. આ ચાર વર્ષિય ડ્યૂલ ડિગ્રી ગ્રેજ્યુએશન લેવલનો કોર્સ હોય છે. જેમ કે બીએસી બીએડ, બીએ બીએડ, બીકોમ બીએડ વગેરે. આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓ એક વર્ષિય બીએડ કોર્સ કરવા યોગ્ય હશે. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવા માટે બે વર્ષિય સ્પેશિયલ બીએડ કોર્સને પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કોર્સની માન્યતા હવે ખતમ થઈ ચુકી છે. તો વળી પૂર્વમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બીએડ કોર્સ કરનારા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષણ બનવા યોગ્ય નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, પ્રાથમિક શિક્ષક બનવા માટે બે વર્ષિય ડીએલએડ કોર્સ કરવો જરુરી છે. સુપ્રીમ કોર્ટે ગઈઝઊના 2018ની એ નોટિફિકેશન રદ કરી દીધું હતું, જેમાં બીએડ ડિગ્રીવાળા અભ્યર્થીઓને પ્રાથમિક શિક્ષક માટે યોગ્ય માનવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *