ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલનું ઘર છોડયું, માતાના ઘરનો ફોટો શેર કર્યો

જો કે પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. ધનશ્રી હાલમાં તેની…

જો કે પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી

યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. ધનશ્રી હાલમાં તેની માતાના ઘરે ગઈ છે. તેને પોતે પુરાવો આપ્યો છે. ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર તેની માતા સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેણે આ પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચહલ હાલમાં ટીવી શો બિગ બોસમાં વ્યસ્ત છે.

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આમાં તે તેની માતા સાથે જોવા મળી રહી છે. ધનશ્રીએ કેપ્શનમાં ફક્ત ઈમોજી શેર કર્યા છે. તેની આ પોસ્ટ પર અનેક પ્રકારની કોમેન્ટ પણ આવી છે. ધનશ્રી અને ચહલની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. આ પછી બંનેના લગ્ન થયા. પણ હવે અંતર વધી ગયું છે. ચહલે ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના ઘણા ફોટા ડિલીટ કરી દીધા છે. આ બંને વચ્ચેનું અંતર કેમ વધ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મહત્વની વાત એ છે કે ધનશ્રીએ છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા નથી કે ચહલે તેને જૂઠાણું કહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *