લાઇટ બિલના રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ ઉપર હુમલો : લાઇનમેનને ઇજા

રાજકોટના કોઠારિયા ગામની ઘટના : તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી બે શખ્સો તૂટી પડયા રાજકોટમા આવેલ રોણકી સબ ડિવીઝનની ઙૠટઈકની ટીમ રાજકોટના કોઠારીયા…

રાજકોટના કોઠારિયા ગામની ઘટના : તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી બે શખ્સો તૂટી પડયા

રાજકોટમા આવેલ રોણકી સબ ડિવીઝનની ઙૠટઈકની ટીમ રાજકોટના કોઠારીયા ગામે લાઇટ બીલની રૂપીયાની ઉઘરાણી કરવા ગઇ હતી ત્યારે ડેલી ખખડાવવા છતા ડેલી નહી ખોલતા લાઇનમેને ડેલીની તીરાડમાથી નજર કરી હતી તે દરમ્યાન બે શખ્સોએ તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા લાઇનમેનને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા જામનગર રોડ પર આવેલા શેઠનગરમા રહેતા અને ઙૠટઈકમા લાઇનમેન તરીકે ફરજ બજાવતા ગોપાલભાઇ લક્ષ્મણભાઇ ડામોર (ઉ.વ. પર) બપોરના ત્રણેક વાગ્યાના અરસામા કુવાડવા રોડ પર આવેલા કોઠારીયા ગામે રહેતા ખોડા દેવાના ઘર પાસે હતા ત્યારે જગમાલ મૈયા હાડગરડા અને પ્રતાપ મૈયા હાડગરડાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો હુમલામા ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.

પ્રાથમિક પુછપરછમા કોઠારીયા ગામે રહેતા ખોડાભાઇ દેવાભાઇના લાઇટ બીલના રૂપીયા પ હજાર બાકી હતી જે રૂપીયાની વસુલી માટે લાઇનમેન ગોપાલભાઇ ડામોર, સીનીયર આસીસટન્ટ નીરવ ટાંક અને ઇલેકટ્રીક આસીસટન્ટ ચોટલીયા સહીતની ટીમ ગઇ હતી. ખોડા દેવાની ડેલી ખખડાવવા છતા કોઇએ ડેલી નહી ખોલતા ગોપાલભાઇ ડામોરે ડેલીની તીરાડમાથી નજક કરી અંદર કોઇ છે કે નહી તે જોતા પાડોશમા રહેતા બંને બંધુ શખ્સોએ આવી તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપના પગલે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *