દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી માગી અપહરણ કર્યુંથ’તું; પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કરી બંનેને મુક્ત કરાવ્યા’તા
કુલ 367 સાક્ષીમાંથી 56 ને તપાસવામાં આવ્યા; 39 સાહેદો હોસ્ટાઇલ થયા’તા
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર અને 20 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મુદ્દે પરેશ અને ભાસ્કરનું અપહરણ કેસમાં સુનાવણી પૂર્ણ થતાં અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ દુબઈ સ્થીત માફીયા ગેંગ સાથે પુર્વયોજીત કાવતરુ રચી ભારત મુફતી ગેંગના માણસો ધ્વારા પુર્વયોજીત કાવતરુ રચી રાજકોટના યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી તા.12/11/2000 ના રાત્રીના 2:45 કલાકે પરેશ-ભાસ્કરનુ રીવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમા અપહરણ કરી જુનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ, વિસાવદર સતારભાઈના ડેલામા, અમરેલી તેજશ ડેરના મકાનમાં, ચાવંડ ગામમાં ભુપત કનારાના મકાનમા, રાજપીપળા લેનીન ઉર્ફે પેરૂૂ વસાવાના મકાનમા, થવા ફડીયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમા, દિલ્હી મુકામે અને વાલીયા તાલુકાના થવા ફડીયાના ધર્મેન્દ્રસિંહ વસાવાના મકાનમાથી બંધક બનાવેલ હતો.
પોલીસે પરેશ શાહને ઓપરેશન કરી મુક્ત કરાવેલ ત્યારે આરોપી રાજસી હાથીયા મેરએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનુ મૃત્યુ નીપજેલું અને જ્યારે સરધાર નજીક આસિફ રજાક ઉર્ફે રાજનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પીતા પ્રભુદાસભાઈનો ફોન ધ્વારા સંર્પક કરી રૂૂ.20 કરોડની ખંડણી માગેલી જેમાથી 3 કરોડ નકકી કરવામા આવેલ જેમાથી દોઢ કરોડ મેળવી ભાસ્કરના શરીર પરના એક લાખના દાગીનાની લુટ કરી દિલ્હીથી મુક્ત કર્યો હતો અને પરેશ અટકાયતમા હતો દરમીયાન તેના ભાઈ ચંદ્દેશ લીલાધર શાહનો ફોન ધ્વારા સંપર્ક કરી રૂૂપીયા એક કરોડની ખંડણી મેળવેલી તે નાણાનો ત્રાસવાદી સંગઠન નસ્ત્ર જૈસ-એ મહમદ નસ્ત્ર ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થીત ચલાવવા પૈસાની જરૂૂરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસામાથી આપવામા આવેલી હતી. ભાસ્કર-પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ-જામનગર, રાજેન્દ્ર અનડકટ-દુબઈ, ફઝલ-ઉર-રહેમાન-દુભાઈ, આફતાબ-દુબઈ, ભોગીલાલ દરજી-દુબઈ, નીતીન દરજી-દુબઈ, મહેલ તુષાર શાહ-લંડલ (યુ.કે.) ના અગાઉથી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયાનગરમા નોંધાયેલી ફરીયાદના કામે પોલીસે તપાસના અંતે ઈ.પી.કો.કલમ-364 (એ), 395, 342, 344, 395, 397, 120 (બી), 121, 121 (એ), 122, 124 (એ), 34, 114, 188 તથા આર્મસ એકટ કલમ 25 (1) (એએ) તથા ફોરેનર્સ એકટ કલમ 14 અન્વયે જે રીતે પકડતા ગયેલ તપાસના અંતે ચાર્જશીટો અદાલતમા રજુ કરવામાં આવેલ હતા. આરોપીઓ વિરૂૂધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામા આવતા તેમ તેમ કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ 2003માં અને છેલ્લો કેસ વર્ષ2019 સુધી માં કુલ-9 સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સીધની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા.02/07/2024 ના પુરાવો નોંધવાનુ શરૂૂ કરી તા.18/12/2024 ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષની દલીલો બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સિંઘે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
ઉપરોક્ત કેસમા આરોપીઓ તરફે રાજકોટના નામંક્તિ એડવોકેટો લલીતસીહ શાહી, પી.એમ.શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, બી.જે.બોરીચા, ભુવનેશ શાહી, કૃણાલશાહી, સી.એમ.દક્ષીણી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાતરા, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીજ્ઞેશ શાહ, પીયુષ કારીયા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયા હતા.
ચકચારી કેસના પાંચ આરોપી હજુ ભાગેડુ; 47 માંથી 11 આરોપીનાં મોત નીપજતા તેની સામેનો કેસ એબેટ થયો
ચકચારી કેસના 47 આરોપીઓ
આરોપીઓ (1) ધમેન્દ્ર રૂૂપસીહ વસાવા (2) ઈનાયત દાઉદ પટેલ (3) અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ (4) મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ (5) વિશાલ વલ્લભભાઈ માડમ (6) કિશોર માધવજીભાઈ વેગડા (7) દિગ્વીજયસીહ પરબતસીહ રાણા (8) જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ (9) મેહુલ ઉમેશભાઈ પાઉં (10) રાજેન્દ્ર વજલાલ ઉનડકટ (11) શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી (12) શૈલેન્દર અંતરસીંગ જોટ (13) દિલીપ અમૃતભાઈ પટેલ (14) રાજુ ઉર્ફે રૂૂપમ કાન્તીભાઈ પોપટ (15) સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જોટ (19) પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ (17) સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ (18) હિતેશ હરભમભાઈ સીસોદીયા (19) નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ (20) ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી (21) બીજમોહન હનુમાનરાય શર્મા (22) ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ (23) મહમદ સીદીક સમેજા (24) ભાવીન કિરીટભાઈ વ્યાસ (25) મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા (29) આનંદ ઘેલુભાઈ માડમ (27) ઈરફાન અકીલભાઈ શેખ (28) ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ (29) તેજશ રાણાભાઈ ડેર (30) ભલાભાઈ કચરાભાઈ નારીયા (31) ક્રિનવ રમેશભાઈ ચૌધરી (32) રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી (33) મનોજ પ્રવીણભાઈ સંખાવરા (34) આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી (35) જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂૂક મહોમદ સુલતાન (39) ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી (37) દિપક નાગેશ્વર મંડલ (38) સચીન વલ્લભભાઈ માડમ (39) અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂૂ (40) શાંતીલાલ ડાયાભાઈ વસાવા (41) લેનીન ઉર્ફે પેરૂૂ અર્જુનભાઈ વસાવા (42) દિનેશ ચતુરભાઈ વસાવા(43) સવા દેવાયતભાઈ કાનગડ (44) કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ (45) મનોજ હરભમભાઈ સીસોદીયા (49) જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ (47) ભુપત સામતભાઈ કનારા