મોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોત

  મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ…

 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ કારણસર તે નીચે પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ વિશ્વકર્મા નો ત્રણ વર્ષનો દીકરો દિપેશ મોરબીના સનાડા રોડ પાસે જીઆઇડીસીમાં મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડીંગમાં બીજા માળે સીડી ઉપર રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ કારણસર તે નીચે પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને દીપેશને સારવાર માટે મોરબીના સનાડા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *