દેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગ

ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં…

ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ

મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં ઘણા વરિષ્ઠ નેતાઓને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે સામાજિક અને પ્રાદેશિક સંતુલન સાથે ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આમ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં 39 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર મંત્રીઓનો કાર્યકાળ અઢી વર્ષ રહેશે તેવું જાહેર કરાયું છે. આ અંગે મંત્રીઓની એફીડેવીટ પણ લેવાઈ હોવાના અહેવાલો છે. જે મંત્રીઓની કામગીરી સારી નહીં હોય તેમને પડતા મુકવા યુતિના નેતાઓએ જાહેર કર્યુ છે.


5 ડિસેમ્બરના રોજ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનને પ્રચંડ બહુમતી મળ્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 10 દિવસ પછી રવિવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યની રાજધાની નાગપુરમાં રાજભવન ખાતે યોજાયેલા કેબિનેટ વિસ્તરણમાં 39 નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. તેમાં 33 કેબિનેટ મંત્રીઓ અને છ રાજ્ય મંત્રીઓ છે.


સંખ્યાના આધારે ભાજપના 19, શિવસેનાના 11 અને એનસીપીના 9 મંત્રીઓએ શપથ લીધા હતા. હવે મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત રાજ્ય મંત્રીમંડળમાં મંત્રીઓની કુલ સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. આ મંત્રીમંડળનું વિસ્તરણ નાગપુરમાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂૂ થવાના એક દિવસ પહેલા થયું છે. આજના કેબિનેટ વિસ્તરણમાં સરકારમાં ત્રણેય પક્ષોએ તેમના કેટલાક વરિષ્ઠ નેતાઓને પડતા મૂક્યા છે. જેમાં અજિત પવારની ગઈઙ તરફથી છગન ભુજબળ, ભારતીય જનતા પાર્ટી તરફથી સુધીર મુનગંટીવાર અને શિવસેના તરફથી અબ્દુલ સત્તાર અને દીપક કેસરકરના નામ સામેલ છે.


નવી કેબિનેટમાં ચાર મહિલા સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પંકજા મુંડે, અદિતિ તટકરે કે જેઓ પહેલા મંત્રી રહી ચૂક્યા છે અને માધુરી મિસાલ અને મેઘના બોરડીકર જેઓ પહેલીવાર મંત્રી બન્યા છે. એ પણ યોગાનુયોગ છે કે આ કેબિનેટમાં ભાજપ તરફથી પંકજા મુંડે અને એનસીપી ક્વોટામાંથી તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડેને મંત્રી બનાવવામાં આવ્યા છે.


બીજીતરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાથી પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના નેતા રામદાસ આઠવલેને મહાયુતિ સરકારમાં મંત્રી પદ મળ્યું નથી, જેના કારણે તેઓ નારાજ થયા છે અને કહ્યું છે કે, અમારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, નઅમારી પાર્ટી મોટી પાર્ટી છે. અમારી પાર્ટીને ઓછામાં ઓછા બે મંત્રી પદ આપવા જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *