ઉત્તર ભારતમાં જો ઘરમાં કોઈ પ્રસંગ હોય અને ફુવા લોકો નારાજ થઈ જાય તો પ્રસંગમાં રંગમાં ભંગ પડી જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. પણ દક્ષિણ ભારતમાં કોઈ ઘરમાં આ પહેલો એવો કિસ્સો છે.
અહીં ફુવા છે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને જાન નીકળી રહી છે ભત્રીજા અલ્લૂ અર્જુનની સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અલ્લુ અર્જુને ફુવા થાય છે અને પવન કલ્યાણ ચિરંજીવીના ભાઈ છે.
જી હા, અલ્લૂ અર્જુન જો પોતાના ફુવાના ભાઈ પવન કલ્યાણ સામે ઝુકી ગયા હોત તો તેમના સમર્થકો કહે છે કે આ નૌબત ન આવતી. ઉલ્ટા તેમણે ગુરુવારે દિલ્હી જઈને રાજકીય માહોલ ચગાવવાની કોશિશ કરી અને આ મામલો વધારે બગડી ગયો.
હૈદરાબાદના સંધ્યા સિનેમાઘરમાં ફિલ્મ પુષ્પા 2‘ની રિલીઝની પૂર્વસંધ્યા પર અભિનેતા અલ્લુ અર્જુન પોતાના સુરક્ષાકર્મીઓ સાથે અચાનક પોલીસને સૂચના આપ્યા વિના પહોંચી ગયા હતા. ત્યાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુન સાથે સેંકડો પ્રશંસકોની ભીડ સિનેમાઘરમાં ઘૂસી અને આ ભાગદોડમાં રેવતી નામની મહિલા પ્રશંસકનું મોત થઈ ગયું. રેવતીના દીકરાની સારવાર ચાલી રહી છે. હૈદરાબાદમાં તેલંગાણાની પોલીસ કામ કરે છે અને રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અલ્લૂ અને કોનિડેલા ફેમિલી સાથેના સંબંધો કેવા છે આખી દુનિયા જાણે છે. પણ આ બધાથી ઈતર એક રાજકીય ચક્ર અલ્લુ અર્જુન ને પોતાના પરિવારમાં પણ નડી રહ્યું છે. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અલ્લુ અર્જુનને પોતાના ફુવા પવન કલ્યાણનું સમર્થન કરવાની જગ્યાએ તેમની વિરોધી પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા શિલ્પા રવિ રેડ્ડી સાથે ઊભા રહ્યા હતા. અલ્લુ અર્જુન વિરુદ્ધ એક કેસ ત્યારે પણ હતો, પણ તેમણે તેને ગંભીરતાથી લીધો નહીં. જોકે પોતાના ફુવા પવન કલ્યાણની જીત પર અલ્લુ અર્જુને તેમને શુભકામના આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું, પણ સૂત્ર જણાવે છે કે નવો કેસ નોંધાયા બાદ તેમણે એક પણ વાર આ કેસને લઈને મદદ માગી નથી. અલ્લૂને વિશ્વાસ હતો કે, હાઈકોર્ટમાં આ કેસ રદ થઈ જશે. અહીં ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની ફુઈ સુરેખાના લગ્ન પવન કલ્યાણના સગા ભાઈ ચિરંજીવી સાથે થયા છે.
સૂત્રો તો એવું પણ જણાવે છે કે, પોલીસ આ મામલામાં હાઈકોર્ટના આદેશ આવવાની રાહ જોઈ રહી હતી પણ ગુરુવારે અલ્લુ અર્જુને દિલ્હી જવા પર જે રીતે રાજકીય સંકેત આપ્યા, તેમણે અહીં તેલંગાણાના રાજકીય નેતાઓના કાન ઊભા કરી દીધા. અલ્લુ અર્જુનને પણ પોતાની ભૂલનો અનુભવ હૈદરાબાદ પહોંચતા જ થઈ ગયો હતો અને તેમના તરફથી તેને લઈને રીતસરનું સ્પષ્ટીકરણ પણ જાહેર કર્યું પણ ત્યાં સુધીમાં તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું.