મનોરંજન
VIDEO: પુષ્પા-2ના એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ઘરપકડ, આ કેસમાં થઇ મોટી કાર્યવાહી
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.
આ મહિને સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અકસ્માત બાદથી પીડિત પરિવારને મદદ કરી રહ્યો છે. તેમણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો હતો. ઘટના બાદ બંનેને વિદ્યા નગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
મનોરંજન
હાઉસફુલ-5ના સેટ ઉપર સ્ટંટ સીન કરતા ઘવાયો અક્ષય કુમાર
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં મુંબઈમાં હાઉસફુલ 5નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે સ્ટંટ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, અકસ્માતમાં અભિનેતાને આંખમાં ઈજા થઈ હતી. આ સાથે હવે અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી સામે આવી છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા હવે ઠીક છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસફુલ સેટ પર શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે અક્ષયની આંખમાં કંઈક ઉડી ગયું હતું. એક નેત્ર ચિકિત્સકને તરત જ સેટ પર બોલાવવામાં આવ્યો, જેણે આંખ પર પટ્ટી બાંધી અને તેને થોડો સમય આરામ કરવા કહ્યું, જ્યારે શૂટિંગ અન્ય કલાકારો સાથે ફરી શરૂૂ થયું. જો કે, ઈજા હોવા છતાં, અક્ષય ટૂંક સમયમાં શૂટિંગમાં જોડાવા માટે મક્કમ છે કારણ કે ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને તે નથી ઈચ્છતો કે તેમાં વિલંબ થાય.
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂૂઆતમાં યુરોપમાં શરૂૂ થયું હતું. કલાકારોએ 40 દિવસ માટે ક્રુઝ શિપ પર ફિલ્મનું શૂટિંગ કર્યું, જેમાં ન્યૂકેસલથી સ્પેન, નોર્મેન્ડી, હોનફ્લેર અને પાછા પ્લાયમાઉથ સુધીની સફરનો સમાવેશ થાય છે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત કોમેડી ફિલ્મ પહાઉસફુલ 5થ 6 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે.
મનોરંજન
અનુરાગ કશ્યપની પુત્રીના લગ્નમાં સેલિબ્રિટીનો મેળાવડો
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ, 11 ડિસેમ્બરે એક આત્મીય સમારોહમાં શેન ગ્રેગોઇર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. આ દંપતીએ સ્ટાર-સ્ટડેડ વેડિંગ રિસેપ્શનની ઉજવણી કરી હતી, જેમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. સુહાના ખાનથી લઈને વેદાંગ રૈના સુધી, સેલેબ્સ ઉપસ્થિત રહ્ય હતા. તાપસીપન્નુ, નવાઝૂદીન સીદીકી સહિતના સેલેબ્રીટીઓ ઉપરના ફોટોમાં જોઇ શકાય છે. તાપસી પન્નુએ ગોલ્ડન બોર્ડર્સવાળી લાલ સિલ્ક સાડી દેખાઇ હતી. બ્લેક સ્લીવલેસ બ્લાઉઝ અને ઝુમકા પણ પહેર્યા હતા. વેદાંગ રૈના બારીક ભરતકામ અને ગોલ્ડન બટનોથી શણગારેલા સ્કાય-બ્લુ બંધ ગાલા જેકેટમાં ડેશિંગ લાગતો હતો.
મનોરંજન
ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મથી અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
ન્યૂટન અને સ્ત્રી 2 જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજકુમાર રાવ બાદ હવે તેનો મોટો ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુરમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેની સાથે ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અનુપ જલોટા પણ મહત્ત્વના રોલમાં હશે. અનુપે બિગ બોસ 12માં આવીને પોતાની ઈમેજ બતાવી હતી.
હવે આ ફિલ્મમાં તે પોતાની અલગ સ્ટાઈલ બતાવશે. આ ફિલ્મનું નિર્દેશન સનોજ મિશ્રા કરી રહ્યા છે, જે હાલમાં જ ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ માટે સમાચારોમાં હતા.ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. આ દરમિયાન સનોજ મિશ્રાએ ધ ડાયરી ઓફ મણિપુર પર કામ શરૂૂ કર્યું છે. તેણે મુંબઈમાં પત્રકાર પરિષદમાં અનુભવ સિન્હા પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે તેમના જેવી ડાબેરી વિચારસરણીની ફિલ્મો બનાવી શકે નહીં.
-
ક્રાઇમ8 hours ago
ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
-
રાષ્ટ્રીય5 hours ago
‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
-
ક્રાઇમ6 hours ago
પૈસા પડાવવા 4નું અપહરણ, સાળા-બનેવીના હાથ-પગ ભાંગી નાખ્યા
-
Sports8 hours ago
ટેસ્ટ મેચને વરસાદનું વિધ્ન
-
ગુજરાત7 hours ago
જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂતનો ઝેરી દવા પી આપઘાત
-
ક્રાઇમ6 hours ago
રાજકોટની સિવિલ હોસ્પિ.માં નર્સના ગળે છરી મૂકી લૂંટનો પ્રયાસ
-
ક્રાઇમ6 hours ago
ટંકારા PI ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી સામે 51 લાખનો તોડ કર્યાનો ગુનો દાખલ
-
ક્રાઇમ6 hours ago
ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા