વાવ વિધાનસભા બેઠક માટે 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આ ત્રિપાંખીયા જંગના પરિણામ પર હવે બધાની નજર છે. કોણ જીતશે એ તો23મીએ જ ખબર પડશે પરંતુ વાવ વિધાનસભા બેઠકની જે પેટાચૂંટણી થઈ તેના પરિણામની આગાહી કરતો એક ભુવાનો વીડિયો વાયરલ થયો છે જેણે ખુબ રસપ્રદ પરિણામ ભાખ્યું છે.રાજસ્થાનના એક ભુવાએ વાવની બેઠક પર કોણ જીતનો પરચમ લહેરાવશે તે અંગે ભવિષ્યવાણી કરી છે.આ ભુવાએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જીતની ભવિષ્યવાણી કરી છે.
અત્રે જણાવવાનું વાવ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ તરફથી સ્વરૂૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપ લાવતા ચૂંટણી રસપ્રદ બની ગઈ. આ ત્રિપાંખીયા જંગમાં ભુવાની ભવિષ્યવાણીએ કોણ જીતશે તેનું ભવિષ્ય તો ભાંખી દીધુ પરંતુ સમય જ જણાવશે કે વાવમાં કોણ જીતનો ઝંડો લહેરાવશે.
