બોમ્બની ધમકીને પગલે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને ધમકી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
વિમાનમાં 187 મુસાફરો સવાર હતા
પોલીસે જણાવ્યું કે પ્લેનમાં બોમ્બની ધમકીને પગલે 187 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સાથેની ફ્લાઈટનું ગુરુવારે સવારે રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.રાયપુરના પોલીસ અધિક્ષક સંતોષ સિંહે જણાવ્યું હતું કે એરપોર્ટ અધિકારીઓને ધમકી મળ્યા બાદ વિમાનને લેન્ડ કરવામાં આવ્યું હતું.