7.8 ટકા વિકાસદર: સફરજન સાથે સંતરાની સરખામણીનો વિવાદ

દેશમાં બેરોજગારી, મોંઘવારી, નબળી ખરીદ શક્તિ અને ઘટતા ઘરેલુ બચત દર અને વિદેશી રોકાણકારો દ્વારા પલાયન જેવી નકારાત્મક બાબતો છતાં 7.8 ટકાનો ત્રિમાસિક જીડીપી વૃધ્ધિ…

દેશમાં બેરોજગારી, મોંઘવારી, નબળી ખરીદ શક્તિ અને ઘટતા ઘરેલુ બચત દર અને વિદેશી રોકાણકારો દ્વારા પલાયન જેવી નકારાત્મક બાબતો છતાં 7.8 ટકાનો ત્રિમાસિક જીડીપી વૃધ્ધિ દરનો આશ્ચર્યનો આંચકો આપતો આંકડો બહાર આવતા સરકાર અને વિપક્ષો એકબીજાનાં તથ્યોને પડકારી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓમાં પણ મતભેદો બહાર આવ્યા છે. ચર્ચાના વિવાદનું કેન્દ્ર મુખ્યત્વે સફરજનની સરખામણી સંતરા સાથે અર્થાત જુની અને નવી સિરીઝના આંકડાઓના ઉપયોગ સાથે સંકળાયેલી છે.

પૂર્વ નાણા સચીવ સુભાષ ગર્ગે ગર્ગે જણાવ્યું હતું કે પાછલા વર્ષ માટે વર્તમાન ભાવે પ્રથમ ત્રિમાસિક ગાળાનો જીડીપી શરૂૂઆતમાં 86 ટ્રિલિયન રૂૂપિયા અંદાજવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને ઘટાડીને 80 ટ્રિલિયન રૂૂપિયા કરવામાં આવ્યો. તેમના મતે વાસ્તવીક જીડીપી વૃધ્ધિ દર ઘણો નિચો એટલે કે માત્ર 2.6 ટકા છે. ગર્ગના મતે, 6 ટ્રિલિયન રૂૂપિયા ઘટાડાનો અર્થ એ છે કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વર્તમાન ભાવ જીડીપીમાં વૃદ્ધિ લગભગ 10.3 ટકા દર્શાવવામાં આવી છે.

ભારતીય અર્થતંત્રના “ગુલાબી ચિત્ર” પર શંકા ફક્ત ગર્ગ સુધી મર્યાદિત નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ પ્રશ્ન કર્યો છે કે શું 7.8 ટકા વૃદ્ધિ વાસ્તવિક આર્થિક લાભમાં રૂૂપાંતરિત થઈ રહી છે.

બીજી તરફ, સરકારે બુધવારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ 2.6 ટકાની નજીક હોવાના દાવાને ફગાવી દીધો, અને તાજેતરના જીડીપી અંદાજની સરખામણીને સુપરસીડ ડેટા શ્રેણી સાથે “સફરજન અને નારંગી” કવાયત ગણાવી અને 7.8 ટકાના વિસ્તરણને મજબૂત આઉટપુટ ડેટા દ્વારા સમર્થન આપ્યું.

આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના સચિવ સૌરભ ગર્ગે જણાવ્યું કે સુભાષ ગર્ગની દલીલ ખામીયુક્ત હતી કારણ કે તેમાં સ્થિર-કિંમત અંદાજોને બદલે વર્તમાન-કિંમતના આંકડાઓની તુલના કરવામાં આવી હતી, અને – વધુ મહત્ત્વનું – નવા 2022-23 આધાર વર્ષ હેઠળ ગણતરી કરાયેલા તાજેતરના આંકડાઓ સામે જૂના 2011-12 આધાર વર્ષ શ્રેણીના રૂૂ. 86.05 લાખ કરોડના અંદાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

“એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સફરજન અને નારંગીની સરખામણી કરવામાં આવી રહી છે,” તેમણે સ્ટીલ, સિમેન્ટ અને ઓટોમોબાઇલ્સ સહિતના ક્ષેત્રોમાં મજબૂત વોલ્યુમ વૃદ્ધિ તરફ ધ્યાન દોરતા કહ્યું. તેમણે કહ્યું કે ટીકાકારો દ્વારા ટાંકવામાં આવેલ રૂૂ. 86.05 લાખ કરોડનો ચ1 FY2025-26 GDP અંદાજ જૂની 2011-12 આધાર વર્ષ શ્રેણીનો હતો અને ફેબ્રુઆરી 2026 માં નવી 2022-23 શ્રેણી રજૂ કરવામાં આવી ત્યારે તેને રદ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, નીતિ આયોગના ભૂતપૂર્વ સીઇઓ અમિતાભ કાંતે ભારતના નવીનતમ જીડીપી આંકડા અને સરકારની સુધારેલી પદ્ધતિનો બચાવ કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે વિવિધ આધાર-વર્ષ શ્રેણી હેઠળ ગણતરી કરાયેલ જીડીપી આંકડાઓ વચ્ચેની સરખામણી ભ્રામક તારણો તરફ દોરી શકે છે.

એકસ પરની એક પોસ્ટમાં, કાંતે કહ્યું કે ભારતના નવીનતમ વૃદ્ધિ આંકડાઓની આસપાસની ચર્ચા 2015 માં 2011-12 જીડીપી શ્રેણીની રજૂઆત પછીના વિવાદ જેવી જ હતી. કાંતે કહ્યું કે વિવિધ શ્રેણીના જીડીપી આંકડાઓની સીધી સરખામણી ન કરવી જોઈએ કારણ કે અંતર્ગત પદ્ધતિ અને ડેટા ફ્રેમવર્ક બદલાઈ ગયું છે.

ટીકાકારો બેરોજગાર લોકો છે: ગોયેલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે 7.8% GDP વૃદ્ધિ પરની તેમની ટિપ્પણી બદલ વિપક્ષી પક્ષો અને ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગની ટીકા કરતા કહ્યું કે તેમને ખબર નથી કે ’સફરજનની સરખામણી સફરજન સાથે કેવી રીતે કરવી’ અને તેઓ ભારતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. “નાપસંદ કરનારાઓ જે ઇચ્છે તે કહી શકે છે, પરંતુ 7.8 ટકા વૃદ્ધિ એક વાસ્તવિકતા છે. જ્યારે હું ટેલિવિઝન પર કેટલાક વિપક્ષી નેતાઓને જોઉં છું, ત્યારે કદાચ તમે તેમની સાથે ભૂતપૂર્વ નાણા સચિવ અથવા ભૂતપૂર્વ રિઝર્વ બેંક ગવર્નરને પણ સામેલ કરી શકો છો, જેઓ બંને ભારતમાં કે સરકારમાં અને યોગ્ય કારણોસર પોતાનો સમય પૂર્ણ કરી શક્યા નથી. તેમણે જણાવ્યું કે જૂની શ્રેણીના વિકાસ દરની સરખામણી નવી શ્રેણી સાથે કરી રહ્યા છે, જ્યાં આધાર વર્ષ પોતે જ બદલાઈ ગયું છે. તેમણે કહ્યું કે વિરોધ કરનારાઓ કોઈક રીતે એ પચાવી શકતા નથી કે તેઓ પોતે જ “એકમાત્ર બેરોજગાર લોકો” છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *